સુપ્રીમ કોર્ટે આકરુ વલણ લેતા આદેશ આપ્યો હોસ્પીટલમાંથી કોઈ નવજાત શિશુ ગુમ થશે તો તેના માટે હોસ્પીટલ જ જવાબદાર ગણાશે અને તેનું લાયસન્સ રદ કરાશે.
ગુમ બાળકો અંગે તમામ હાઈકોર્ટને આદેશ: રિપોર્ટ માંગો ► અલ્લાહાબાદ હાઈકોર્ટની પણ ટીકા: બાળક ખરીદનારને જામીન કેમ આપ્યા!!

ઉતરપ્રદેશની એક હોસ્પીટલમાંથી નવજાત શીશુની ચોરી પર સુપ્રીમ કોર્ટે આકરુ વલણ લેતા આદેશ આપ્યો હતો કે જો પ્રસુતી બાદ હોસ્પીટલમાંથી કોઈ નવજાત શિશુ ગુમ થશે તો તેના માટે હોસ્પીટલ જ જવાબદાર ગણાશે અને તેનું લાયસન્સ રદ કરાશે.
ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની ખંડપીઠે એક આદેશમાં દેશની તમામ હાઈકોર્ટને પણ તેમના અધિકાર ક્ષેત્રના રાજયમંત્રી ગુમ થયેલા બાળકોનો ડેટા સરકાર પાસેથી મંગાવીને તેમાં શું કાર્યવાહી થઈ છે તે અંગે સ્ટેટસ રિપોર્ટ માંગવા કહ્યું હતું અને દરેક કંપની સુનાવણી છ માસમાં પુરી કરવા અને કે-ટુ-ડે સુનાવણી રાખવા આદેશ આપ્યો હતો. આ કેસમાં ઉતરપ્રદેશમાં એક દંપતિને સંતાન નહી હોવા રૂા.4 લાખમાં નવજાત બાળકને ખરીદ્યુ હતું જે બાદમાં ઝડડપાઈ ગયા બાદ દંપતિને બાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે તે પણ રદ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આકરી ભાષામાં કહ્યું કે સંતાન નહી હોવાથી ચોરીનું બાળક ખરીદો તે સ્વીકાર્ય નથી. સુપ્રીમકોર્ટ હાઈકોર્ટની આકરી ટીકા કરતા જણાવ્યુ કે આ પ્રકારના અપરાધ એ સમાજ સામેના અપરાધ છે તેથી દંપતીને જામીન આપતા સમયે કમ સે કમ એ નિશ્ર્ચિત કરવું જરૂરી હતું કે તેઓને દર સપ્તાહે પોલીસ સમક્ષ એક વખત હાજરી પુરાવે તો તેઓ પર નજર કરી શકે. હવે આ દંપતિ પણ ગુમ થઈ ગયુ છે.
સુપ્રીમ કોર્ટે તેના આ તમામ આદેશનું પાલન કરવા જણાવીને કહ્યું કે તેનું ઉલ્લંઘન એ અદાલતની અસમાનતા ગણાશે. દિલ્હીમાં સાત દિવસ પુર્વે પોલીસે બાળકોની તસ્કરી કરતી ગેંગને ઝડપી હતી. તેઓ નિસંતાન પરિવારોને આ પ્રકારે બાળકો સપ્લાય કરતા હતા અને 5-10 લાખ જેવી કિંમત વસુલતા હતા અને આ ગેંગે અત્યાર સુધીમાં 30 બાળકોને આ રીતે વેચી નાખ્યા છે.