જાણવા જેવું

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અને ખાસ કરીને હિન્દુ સમુદાય પર જે હુમલા થયા તે માટે બાંગ્લાદેશ ઘુસણખોરો જવાબદાર ,

અત્યાર સુધીમાં 200ની ધરપકડ : ત્રણ હિન્દુઓની હત્યામાં બે 20 વર્ષીય યુવકોની ભૂમિકા ખુલતા રાઉન્ડઅપ કરી લેવાયા : અર્ધ લશ્કરી દળો દ્વારા સતત ફલેગમાર્ચ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અને ખાસ કરીને હિન્દુ સમુદાય પર જે હુમલા થયા તે માટે બાંગ્લાદેશ ઘુસણખોરો જવાબદાર હોવાનું પ્રથમ તપાસમાં બહાર આવ્યું છે. ગુપ્તચર તંત્ર દ્વારા આ માટે પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનો જે બાંગ્લાદેશમાં હાજરી ધરાવે છે તેની ભૂમિકા આ હિંસામાં મોટી રહી છે અને અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં ત્રણ હિન્દુની હત્યા બારામાં બે લોકોને ઝડપવામાં આવ્યા છે. પોલીસ અને ગુપ્તચર સુત્રોના જણાવ્યા મુજબ મુર્શિદાબાદ પાસેના હાઇવે નં. 12 પર હિંસા સર્જાઇ હતી અને હુમલાખોરો મુખ્યત્વે 20 વર્ષ કે તેની આસપાસના હતા.

સ્થાનિક ધારાસભ્યો મનીરૂલ ઇસ્લામે દાવો કર્યો કે, આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને બાંગ્લાદેશીઓ આ હિંસામાં સામેલ હતા પણ તેઓ હિંસા આચર્યા બાદ નાસી છુટવામાં સફળ રહ્યા છે.

બાંગ્લાદેશમાં કેટલા કટરવાદી સંગઠનો કે જેને હાલમાં દેશમાં સતા પલ્ટા સમયે હિંસા ફેલાવી હતી તેઓ હવે પશ્ચિમ બંગાળમાં ઘુસ્યા હોવાનું મનાય છે. તેમને પીપલ્સ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને જમાતનો ટેકો હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ  ભાજપના વરિષ્ઠ નેતા અમિત માલવીયાએ એકસ પર પોસ્ટ લખીને જણાવ્યું કે મુર્શિદાબાદની હિંસા પર રાહુલ ગાંધી અને કોંગ્રેસનું મૌન આશ્ચર્યકારક છે. તૃણમુલ કોંગ્રેસ પણ તેમાં સામેલ થઇ ગઇ છે.

નવી દિલ્હી, તા. 15 : પશ્ચિમ બંગાળમાં વકફ કાનુનના વિરોધમાં જે હિંસા થઇ તે મુદો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે અને રાજયના   આ હિંસાની તપાસ માટે સર્વોચ્ચ અદાલત જ તેના મોનીટરીંગ હેઠળ કમીટી નીમે તેવી માંગણી થઇ છે અને તે ઉપરાંત મુર્શિદાબાદ તથા 24 પરગણા જિલ્લાના લોકોની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવા પણ રાજય સરકારને આદેશ આપવા માંગણી થઇ છે તથા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમીટી નિમવા પણ અરજી થઇ છે.

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળની હિંસા મુદે મમતા સરકાર પર નિશાન ટાંકતા જણાવ્યું કે રાજયના મુખ્યમંત્રી દંગાઇઓને શાંતિદૂત ગણાવે છે. તેમણે કહ્યું કે આ તમામનો ઉપચાર દંડો જ છે, લાતોના ભૂત  વાતોથી માનવાના નથી તે નિશ્ચિત છે.

રાજયમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે જો તેઓને બાંગલાદેશ પસંદ હોય તે ચાલ્યા જાય પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ એક સપ્તાહથી સળગી રહ્યું હતું પરંતુ મમતા બેનર્જી હાથથી હાથ જોડીને બેઠા રહ્યા.

સુપ્રીમ કોર્ટે દરમ્યાનગીરી કરી તો કેન્દ્રીય સુરક્ષા દળોએ પરિસ્થિતિ સંભાળી હતી. તેમણે કહ્યું કે તોફાની તત્વો સામે હાથ જોડવાથી કંઇ ફેર નહીં પડે તેમને દંડો બતાવવો પડશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button