ગુજરાત
રાજકોટમાં BRTS બસચાલકે 5 વાહનચાલકોને એકસાથે અડફેટે લીધા પાંચ વાહનચાલકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત ,
ડ્રાઇવર ફરાર થઇ જતા લોકોનો રોષ ટીઆરબી ટ્રાફિક જવાન પર ઉતરી આવ્યો હતો અને લોકોએ ટ્રાફિક જવાન પર ટપલી દાવ કર્યો હતો

રાજકોટમાં BRTS બસચાલકે ગંભીર અકસ્માત સર્જયો. બસચાલકે 5 વાહનચાલકોને એકસાથે અડફેટે લીધા.આ પાંચ વાહનચાલકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટાળો ઉમટ્યા હતા.. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી.
રાજકોટની કે.કે.વી હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોમાં ખાસ્સો રોષ જોવા મળ્યો હતો..ડ્રાઇવર ફરાર થઇ જતા લોકોનો રોષ ટીઆરબી ટ્રાફિક જવાન પર ઉતરી આવ્યો હતો અને લોકોએ ટ્રાફિક જવાન પર ટપલી દાવ કર્યો હતો.. જે બાદ ટ્રાફિક જવાને પણ ત્યાંથી ભાગી જવા મજબૂર થવું પડ્યું હતું.
Poll not found