ચીને ‘ભારતીય – મિત્ર’ શબ્દનો ઉપયોગ કર્યો : વિસા ફી ઘટાડી : પ્રક્રિયા પણ સરળ કરી છે ,
ચીનની કંપનીઓ ભારતમાં રોકાણ વધારવા આતુર છે તે વચ્ચે ચીને એક હકારાત્મક પગલા છેલ્લા ત્રણ માસમાં 85000 ભારતીયોના વિસા મંજુર કર્યા છે

અમેરિકા સાથે ટેરીફ વોરમાં ઉતરેલા ચીને હવે એશિયામાં તેના સ્પર્ધક ભારત સાથે સંબંધ સુધારવા તૈયારી કરી છે. અગાઉ પણ ચીનના પ્રમુખ શી જીંગપીંગ બન્ને દેશોએ સાથે કામ કરવું જોઈએ તેવી અપીલ કરી ચૂકયા છે.
ચીનની કંપનીઓ ભારતમાં રોકાણ વધારવા આતુર છે તે વચ્ચે ચીને એક હકારાત્મક પગલા છેલ્લા ત્રણ માસમાં 85000 ભારતીયોના વિસા મંજુર કર્યા છે. નવી દિલ્હી ખાતેની ચીનની રાજદૂત કચેરીએ એક યાદીમાં 85000 ભારતીય મિત્રોને વિસા અપાયા હોવાનું જાહેર કરાયુ છે. આ ભારતીયો 2025ના વર્ષમાં ચીનનો પ્રવાસ કરી શકશે.
ચીને જે વિસા આપ્યા છે તેમાં વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ પ્રોફેશનલ તથા ટુરીસ્ટનો સમાવેશ થાય છે. કોટાના કામ બાદ લાખો ભારતીયો ચીનથી પરત આવી ગયા હતા. ચીને આ ઉપરાંત ભારતીયો માટેના વિસા નિયમો પણ હળવા કર્યા છે.
આ મુજબ ભારતીયોએ હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર રહેશે નહી. તેઓ હવે ચીનના વિસા સેન્ટરમાં સીધી અરજી આપી શકશે. ઉપરાંત જેઓ ટુંકા પ્રવાસ માટે ચીન જઈ રહ્યા હોય તેઓને બાયોમેટ્રીક, ડેટામાંથી પણ મુકતી અપાઈ છે.
ઉપરાંત વિસા ફી પણ ઘટાડાઈ છે તથા વિસા મંજુરી પણ ઝડપી બનાવી છે. ચીન ભારતીયો માટે વિદ્યાર્થી સહિતને આ પ્રકારના વિસા આપશે અને તે ચીનથી દિલ્હી, કોલકાતા, મુંબઈ કચેરીએ અરજી કરી શકે છે.