જાણવા જેવું

વકફ કાનૂન મામલે ‘યથાવત સ્થિતિ’નો આદેશ : બોર્ડમાં નિમણુંક નહીં થઈ શકે , વકફ કાયદાને પડકારતી 73 થી વધુ અરજી પર સુપ્રિમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી

વકફ સુધારા વાયદાને પડકારતી 73 થી વધુ અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે અદાલતમાં બાહેંધરી આપી હતી કે નવી સુનાવણી સુધી ‘વકફ બાયડીડ’ તથા ‘વકફ બળ યુઝર’ને ગૈર-અધિક સુચિત નહિં કરે.

વકફ (સુધારા) કાયદા 2025 ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પરની સુનાવણીમાં આજે કેન્દ્ર સરકાર પાસે સાત દિવસમાં જવાબ માંગ્યો હતો અને આ દરમ્યાન ‘સ્ટેટસ કવો’માં (યથાવત સ્થિતિ) જાળવવાનો આદેશ કર્યો હતો. સાથોસાથ અંતરિમ આદેશ સુધી વકફ બોર્ડમાં કોઈ નિયુકિત નહિં કરવાનો પણ હુકમ કર્યો હતો.

વકફ સુધારા વાયદાને પડકારતી 73 થી વધુ અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે અદાલતમાં બાહેંધરી આપી હતી કે નવી સુનાવણી સુધી ‘વકફ બાયડીડ’ તથા ‘વકફ બળ યુઝર’ને ગૈર-અધિક સુચિત નહિં કરે.

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને અરજીઓ પર જવાબ રજુ કરવા સાત દિવસનો સમય આપ્યો હતો અને આ દરમ્યાન કેન્દ્રીય વકફ પરિષદ તથા બોર્ડોમાં કોઈ નિયુકિત નહીં કરવાનો આદેશ કર્યો હતો. ચીફ જસ્ટીસે કહ્યું કે કોઈ વકફ સંપતિનું રજીસ્ટ્રેશન 1995 ની જોગવાઈ હેઠળ થયુ હોય તો તે સંપતિ સાથે છેડછાડ ન થઈ શકે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દસ્તાવેજોનાં જવાબ આપવા માટે સાત દિવસનો સમય માંગ્યો હતો. સુપ્રિમ કોર્ટે સાત દિવસનો સમય આપ્યો હતો અને તેના જવાબ સુધી વકફ સંપતિની સ્થિતિ યથાવત રાખવાની અર્થાત પ્રત્યાક્ષી સ્થિતિ રાખવા તાકીદ કરી હતી. ઉપરાંત નવા આદેશ સુધી નવા કાનુન હેઠળ કોઈ નવી નિયુકિત નહિં કરવા પણ જણાવ્યું હતું.

અદાલતે કહ્યું કે સુનાવણી દરમ્યાન સોલીસીટર જનરલે સાત દિવસમાં સંક્ષિપ્ત જવાબ આપવા માંગણી કરી હતી અને બાહેંધરી આપી છે કે નહિં તારીખ સુધી બોર્ડ તથા પરિષદમાં કોઈ નિયુકિત નહિં થાય.આ ઉપરાંત નોટીફીકેશન અગાઉ ઘોષિત વકફની સ્થિતિમાં કોઈ બદલાવ નહિં કરવા પણ આશ્વાસન આપ્યું છે.

સુપ્રિમ કોર્ટમાં વકફ કાયદાને પડકારતી 73 થી વધુ રીટ છે. આ મામલે અદાલતે સ્પષ્ટ કર્યું કે આટલી બધી અરજીઓ પર વિચાર અશકય છે. માત્ર પાંચ રીટ અરજી સુનાવણીમાં લેવાશે. જુદી જુદી અરજી કરનારાઓ પાંચ રીટ નકકી કરીને નિર્ણય લે.

કેન્દ્ર સરકારનાં જવાબ પર જ પ્રત્યુતર આપવા તેઓને પાંચ દિવસનો સમય રહેશે અને ત્યારબાદ અંતિમ આદેશ માટે કેસને સુચિબદ્ધ કરવામાં આવશે. આ કેસમાં હવે સુનાવણી 5 મેના રોજ થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button