બંધારણની કલમ 142ને અણુશસ્ત્ર બનવા ન દેવાય: ઉપરાષ્ટ્રપતિનો ધ્રુજારો સુપ્રીમકોર્ટને રાષ્ટ્રપતિને આદેશ આપવાની સતા નથી
તામિલનાડુ સંદર્ભના ચુકાદામાં સુપ્રીમકોર્ટે દેશના સર્વોચ્ચ બંધારણીય વડાને પણ આપેલા આદેશ સામે પ્રથમ વિરોધ: હવે કેન્દ્ર પણ રિવ્યુમાં જશે

સુપ્રીમ કોર્ટ દ્વારા ગત સપ્તાહે રાષ્ટ્રપતિ અને રાજયપાલો દ્વારા વિધાનસભાએ મંજુર કરેલા ખરડાઓને મંજુરી આપવામાં સમયસીમા નિશ્ચિત કરી તે વિવાદ હવે આગળ વધ્યો છે અને આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા સામે સ્પષ્ટ નારાજગી દર્શાવતા કહ્યું કે અદાલતો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહી.
તેમણે એ પણ કહ્યું કે, આપણે એવી સ્થિતિ પણ બનાવવી ન જોઈએ કે અદાલતોએ રાષ્ટ્રપતિને આદેશ આપવો જોઈએ. વાસ્તવમાં આ મુદે સરકાર પણ રિવ્યુ પીટીશન કરવા જઈ રહી છે તેવા સંકેત છે તે વચ્ચે ઉપરાષ્ટ્રપતિએ બંધારણની કલમ 142 કે જે સુપ્રીમકોર્ટને અસાધારણ સતા આપે છે તેને પુર્ણ ન્યાય એટલે કે ફકત ને ફકત ન્યાયના હેતુ માટે જ આપવામાં આવી છે.
પરંતુ તેના આધારે તે રાષ્ટ્રપતિને કોઈ આદેશ આપી શકે નહી. સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યુ હતું કે રાજયપાલની જેમ રાષ્ટ્રપતિને પણ ખરડાઓ રોકવાનો ‘વીટો’ અધિકાર નથી.
સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજયપાલ દ્વારા જે રીતે સરકારે મંજુર કરેલ 10 ખરડાઓ રોકયા હતા તે સંદર્ભમાં આદેશ આપતા સમયે બે દિવસ બાદ કલમ 141નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિને પણ આ પ્રકારની સતા નહી હોવાનું જણાવ્યું હતું.