‘આપ’ના ગુજરાત પ્રભારી દુર્ગેશ પાઠક પર સીબીઆઈના દરોડા ; વિદેશી ભંડોળ નિયમન ધારા હેઠળ કેન્દ્રીય એજન્સીએ દિલ્હીમાં કાર્યવાહી કરી ,
ભાજપને હવે ગુજરાતમાં પણ ‘આપ’થી ખતરો લાગે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાર ધારાસભ્યો ધરાવે છે.

આમ આદમી પાર્ટી સામે ફરી શરુ થયેલા કેન્દ્રીય એજન્સીના એકશનમાં હવે આ પક્ષના સીનીયર નેતા અને ગુજરાતના પ્રભારી દુર્ગેશ પાઠકના નિવાસે સીબીઆઈએ દરોડા શરુ કર્યા છે. તેમની સામે વિદેશી ભંડોળ રેગ્યુલેશન એકટ હેઠળ ગત મહિને અપરાધ નોંધાયો હતો.
હવે સીબીઆઈએ તેમાં કાર્યવાહી શરુ કરી છે. ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટીએ વિસાવદર સહિતની પેટાચૂંટણીઓ લડવા માટે તૈયારી શરુ કરી છે અને હાલમાં જ દુર્ગેશ પાઠક ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી સંદીપ પાઠક બંને ગુજરાતની મુલાકાત લઈ ગયા હતા.
તે સમયે જ અચાનક જ આ પ્રકારની કાર્યવાહી સામે આમ આદમી પાર્ટીએ પ્રશ્ન ઉઠાવ્યા છે. ‘આપ’ના પુર્વ કેબીનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશ્યલ મીડીયા પર એક પોસ્ટમાં લખ્યુ છે કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી સક્રીય બની છે તેના કારણે આ દરોડા પડયા છે.
પરંતુ સરકાર અમને ડરાવી શકશે નહી. ભાજપને હવે ગુજરાતમાં પણ ‘આપ’થી ખતરો લાગે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાર ધારાસભ્યો ધરાવે છે.