પહેલગામમાં થયેલા હુમલા બાદ વધુ એક મોટુ અપડેટ ; હિન્દુ-મુસલમાન અલગ અલગ થઇ જાઓ, કલમા પઢો કહી હિન્દુઓને મારી નાંખ્યા’ – મૃતકના દીકરાએ વર્ણવી પહેલગામ આતંકી ઘટના
રાજનાથ સિંહ વિવિધ પક્ષોના નેતાઓને પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી શકે છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પહેલગામમાં થયેલા પહેલગામ હુમલા બાદ વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, આતંકી હુમલામાં શિકાર બનેલા પરિવારના પુત્રએ સમગ્ર ઘટના અંગે આપવીતી વર્ણવી છે, પહેલગામ આતંકી હુમલામાં સુરતના જ વ્યક્તિનું મૃત્યુ થયું છે તેનું નામ શૈલેષ કળથિયા છે અને શૈલેષ કળથિયાના પુત્રએ આપવીતિ વર્ણવતા સરકાર પર કટાક્ષ કર્યો અને સલાહ પણ આપી છે.
મૃતક શૈલેષ કળથિયાના પુત્રએ પહેલગામ આતંકી હુમલા અંગે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે, અમે પરિવાર સાથે પહેલગામ પહોંચ્યા હતા, હું મમ્મી-પપ્પાએ મને ઘોડા પર બેસાડ્યો અને તેઓ ચાલતા આવતા હતા, જ્યારે અમે ઉપર પહોંચ્યા ત્યારે, અમારી નજીક કંઇક બનવા લાગ્યુ. બે શસ્ત્રધારી આતંકીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે, હિન્દુઓ અને મુસલમાનો અલગ અલગ થઇ જાઓ. તે સમયે અમે ત્યાં 20થી 30 લોકો હાજર હતા. આતંકવાદીઓએ હિન્દુ અને મુસ્લિમોને અલગ અલગ કર્યા અને કલમા પઢવાનું કહ્યું, જેઓએ કલમા પઢ્યા તેમને છોડી મુક્યા, અને હિન્દુ પુરુષોને ગોળીએ વીંધી દીધા, હિન્દુઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ, આતંકવાદીઓ અમારાથી ફક્ત બેથી ત્રણ ફૂટના અંતરે જ હતા, પછીથી આતંકીઓએ બૂમ પાડી બાળકો ભાગી જાઓ અહીંથી, અને ત્યાંથી ભાગવા લાગ્યા અને તરત જ આંતકીઓ ગાયબ થઇ ગયા.
રાજનાથ સિંહ વિવિધ પક્ષોના નેતાઓને પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી શકે છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર હાજર હતા. બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયો વિશે માહિતી આપી હતી. સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આ પગલાને કારણે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવર પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં લેવાયેલા બીજા મોટા નિર્ણયમાં ભારતે પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજા નિર્ણય હેઠળ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાનને જળ સંસાધનોના સ્તર પર ગંભીર અસરનો સામનો કરવો પડી શકે છે. ચોથા નિર્ણય હેઠળ ભારત સરકારે દેશમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે. પાંચમો અને અંતિમ મોટો નિર્ણય એ છે કે હવે કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા આપવામાં આવશે નહીં. આ પગલું દ્વિપક્ષીય સંબંધોમાં અભૂતપૂર્વ કઠિનતા દર્શાવે છે.