BSE પર સેન્સેક્સ 263 પોઈન્ટના ઉછાળા સાથે 80,065.02 પર ખુલ્યો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.42 ટકાના વધારા સાથે 24,349.35 પર ખુલ્યો.
ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમરના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે HUL, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, ONGC, શ્રીરામ ફાઇનાન્સના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા.

શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 263 પોઈન્ટના ઉછાળા સાથે 80,065.02 પર ખુલ્યો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.42 ટકાના વધારા સાથે 24,349.35 પર ખુલ્યો. સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું .BSE પર સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79,801,43 પર બંધ થયો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.34 ટકાના ઘટાડા સાથે 24,246.70 પર બંધ થયો.
ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમરના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે HUL, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, ONGC, શ્રીરામ ફાઇનાન્સના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા. BSE ઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સ્થિર રહ્યા. ક્ષેત્રોમાં, FMCG અને રિયલ્ટીમાં 1-1 ટકાનો ઘટાડો થયો.
ચોથા ક્વાર્ટરમાં નફામાં 54 ટકાનો વધારો નોંધાયા બાદ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં 4 ટકાનો વધારો થયો હતો. ક્ષેત્રીય રીતે, નિફ્ટી ફાઇનાન્શિયલ, ઓટો, મેટલ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકોમાં ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા અને પીએસયુ બેંક સૂચકાંકોમાં શરૂઆતમાં વધારો જોવા મળ્યો હતો.