રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત .આજથી 6 દિવસ રાજ્યમાં યલો-ઓરેન્જ એલર્ટ જોવા મળશે. જેમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે.. રાજકોટમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આજથી 6 દિવસ રાજ્યમાં યલો-ઓરેન્જ એલર્ટ જોવા મળશે. જેમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં બફારાથી લોકો હેરાન-પરેશાન છે. સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે.. રાજકોટમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.. રાજ્યના 8 શહેરોનું તાપમાન 40ને પાર પહોંચ્યું છે.. અમદાવાદ 41.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. ડીસામાં 42.2, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાંત અંબાલાલે ગુજરાતના હવામાન અંગે જણાવતા કહ્યું કે, હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું તેમણે જણાવ્યું છે.