5000થી વધુ જવાનો ભારત સાથે લડવા માંગતા નથી : હજુ વધુ અસંતોષ બહાર આવવાની શકયતા : 11મી કોપ્સ કમાન્ડરના લેફ. જનરલ ઉમર બુખારીએ જનરલ મુનીરને તાકીદની જાણ કરી ,
પાકના ટોચના જનરલ જેમાં સૈન્ય વડા અસીમ મુનીરનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાના કુટુંબને પાક.ની બહાર સલામતી મોકલી આપ્યા બાદ પાક વિપક્ષને પણ હવે દેશની સરકાર પર ભરોસો રહ્યો નથી અને બિલાવલ ભુટ્ટોએ તેના પરિવારને કેનેડા મોકલી દીધું હોવાના અહેવાલ છે.

ભારત એક તરફ પાકિસ્તાન સામે નિર્ણાયક લશ્કરી પગલાની તૈયારી કરી રહ્યું છે અને પાક સાથેનો વ્યાપાર પણ રોકી દીધો છે તે સમયે હવે કોઈ કારણ વગર યુદ્ધમાં જવા સામે પાકિસ્તાનના સૈન્યમાં જબરો અસંતોષ સર્જાઈ રહ્યો હોવાના અહેવાલ સોશ્યલ મીડીયામાં વહેતા થયા છે.
પાકના ટોચના જનરલ જેમાં સૈન્ય વડા અસીમ મુનીરનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાના કુટુંબને પાક.ની બહાર સલામતી મોકલી આપ્યા બાદ પાક વિપક્ષને પણ હવે દેશની સરકાર પર ભરોસો રહ્યો નથી અને બિલાવલ ભુટ્ટોએ તેના પરિવારને કેનેડા મોકલી દીધું હોવાના અહેવાલ છે.
તે સમયે પાકના સૈન્ય જવાનોના કુટુંબીજનો પણ હવે ભારત સામેના યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. જે રીતે પહેલગામમાં નિર્દોષ સહેલાણીઓની હત્યા થઈ તેથી કાશ્મીરીઓની રોજી રોટી જ છીનવાઈ રહી છે અને હાલમાંજ પાકમાં બલુમ આર્મીએ જાફર એકસપ્રેસ પર હુમલો કર્યો તેમાં પાક સેનાના જવાનોની મોટા પાયે હત્યા કરી હતી.
અગાઉ પાકમાંજ અલગતાવાદીઓએ એક સૈન્ય શાળા પર હુમલો કરતા પાક સેનાના જવાનોના બાળકો માર્યા ગયા હતા. આમ દેશની સરકારોની નીતિથી સેનાનેજ ખોટી રીતે બલીદાન દેવા પડે છે. આ સ્થિતિમાં પાક સેનાના 2500થી વધુ જવાનોના રાજીનામા પડયા છે. જેઓ આ યુદ્ધમાં જવા માંગતા નથી અને પાક સેનાન જનરલો સામે નવી કટોકટી સર્જાઈ છે.
બીજી તરફ પાકિસ્તાન સૈન્ય સહિતના ઉચ્ચ અધિકારીઓએ ચેતવણી આપી છે. ખાસ કરીને લેફ.જનરલ ઉમર બુખારી કે જે 11મી કોપ્સના કમાન્ડર છે. તેણે સૈન્ય વડા અસીમ મુનીરને એક તાકીદના રિપોર્ટમાં વધુને વધુ જવાનો અને 200થી વધુ અધિકારીઓ કે જે પશ્ચિમી સરહદ પર તૈનાત છે તેઓ પોતે પરત આવવા માંગતા હોવાની જાણ હેડકવાટરને કરી છે અને તેને કારણે પણ પાકિસ્તાનના સૈન્ય વડાની ચિંતા વધી છે.