ગુજરાત

જુનાગઢના કેશોદ ગામમાં એક શરમજનક ઘટના ; જેમાં પિતાએ પોતાની 12 વર્ષીય દીકરી પર વર્ષો સુધી દુષ્કર્મ આચર્યું ,

આ દુઃખદ અને જઘન્ય કિસ્સો દુનિયાભરના પરિવાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે

દિકરી માટે તેના પિતા સુપરહિરો હોય છે. એવું કહેવાય છે કે, દિકરીઓ માટે પિતા વાહલાં હોય છે અને દીકરા માટે માતા. પરંતુ આજના સમયમાં એવા કિસ્સા સામે આવે છે, જેને જોતા એક સમય માટે સગા પિતા પર પણ વિશ્વાસ રાખવો એક મોટો પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના જૂનાગઢમાં એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે.

જુનાગઢના કેશોદ ગ્રામ્ય પંથકમાં એક અત્યંત દુઃખદ અને શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ પોતાની સગી દીકરી પર ઘણા વર્ષોથી દુષ્કર્મ આચર્યું. આ ઘટનાની ઘાતકતા એ છે કે આ ભયાનક કૃત્ય 12 વર્ષની ઉંમરથી શરુ થયું હતું. એક દિકરી માટે આ અત્યંત દુઃખદ વાત બની છે, જયારે તેના સગા પિતા જ દુષ્કર્મ કરી રહ્યા હતા.

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, 12 વર્ષીય દીકરીની સાથે પિતા તેના ઘરની એકલતા અને વિશ્વાસનો દુરુપયોગ કરીને આ કૃત્યો કરતો હતો. પિતાએ ઘરમાં જ્યારે પણ અન્ય કોઈ ન હોય ત્યારે દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો. બીજાં ઘરના સભ્યોને ખબર ન પડે, તે માટે પિતાએ દીકરીને ધમકી આપી હતી કે, “આ વાત કોઈને કહેશે તો, હું તારી માતા અને બહેનને પણ જાનથી મારી નાખીશ.

આ દુષ્કર્મની ઘટનાને છુપાવતી રહેલી દીકરીએ છેલ્લા મહીનાઓમાં પોતાની ચુપ્પી તોડી અને પોતાનું દુઃખ તેની માતા અને સગા સંબંધીઓને કહ્યું. ત્યારબાદ, માતા અને સંબંધીઓએ આ અંગે જાણી ચૂક્યાં અને સમગ્ર મામલો બહાર આવ્યો.

અંતે, દીકરીએ પોતાના પિતાને વિરૂદ્ધ કેશોદ પોલિસ સ્ટેશિનમાં ફરિયાદ નોંધાવી, અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસના અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને પિતાને ઝડપી પાડ્યો છે. હવે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button