અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે ; સોનું આ તહેવાર પર અચાનક સસ્તું થઈ ગયું છે ,
22 કેરેટ સોનાનો ભાવ 93,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 20 કેરેટ સોનાનો ભાવ 85,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને 77,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ 93,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 20 કેરેટ સોનાનો ભાવ 85,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને 77,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આજે દેશમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં સતત વધારો થતો રહે છે. એવામાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાના ભાવની વાત કરીએ તો, તાજેતરમાં જ સોનાએ પહેલીવાર 1 લાખ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ રાહતની વાત એ છે કે અક્ષય તૃતીયાના અવસર પર, સોનાના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેના આજના ભાવ પર એક નજર કરી લેજો…
સ્થાનિક બજારની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ IBJA.Com અનુસાર, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 96,010 રૂપિયા થઈ ગયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 93,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 20 કેરેટ સોનાનો ભાવ 85,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને 77,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી પૂરી પાડે છે. અહીં ટેક્સ અને મેકિંગ ચાર્જ વગર સોનાના ભાવ જણાવવામાં અવે છે. IBJA દ્વારા જારી કરાયેલા ભાવ સમગ્ર દેશમાં સમાન છે. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા બનાવડાવો છો, તો તમારે મેકિંગ ચાર્જ પર GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે, સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો અને તેણે જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા. હવે જ્યારે અમેરિકાએ ટેરિફમાં રાહત આપવાનો સંકેત આપ્યો છે અને તાજેતરમાં ઓટો ટેરિફ વિશે કંઈક મોટું કહ્યું છે, તો તેની અસર સોનાના ભાવ પર પણ જોવા મળી છે અને તે સસ્તું થયું છે. કોમેક્સ પર સોનું $3309 પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે આ ભાવ $3500 પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયો હતો. જણાવી દઈએ કે 1 ઔંસમાં 28 ગ્રામ સોનું હોય છે.
22 એપ્રિલના રોજ, સ્થાનિક બજારમાં GST+મેકિંગ ચાર્જ સાથે સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો. જયારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, 5 જૂનની એક્સપાયરી વાળા સોનાનો ભાવ 1 લાખ રૂપિયાની ખૂબ નજીક પહોંચી ગયો હતો. પરંતુ જો આપણે આજના અક્ષય તૃતીયા પર નજર કરીએ તો તેમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 4000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ દરમિયાન સોનાનો ભાવ 99,358 રૂપિયાથી ઘટીને 95,000 રૂપિયાની આસપાસ થઈ ગયો છે.
જણાવી દઈએ કે એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જને કારણે દેશભરમાં સોનાના દાગીનાના ભાવ બદલાતા રહે છે. ઘરેણાં બનાવવા માટે મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટના આધારે ઘરેણાં પર હોલ માર્ક ચિહ્નિત થયો હોય છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.