ગુજરાત

વિદ્યાર્થીને ભગાડી જવાની ઘટનામાં નવો વળાંક ; 20 સપ્તાહનો ગર્ભ હોવાનું ખૂલ્યું , અપહરણ અને : તરૂણનું જાતિય શોષણ કર્યા નો ગુનો નોંધ્યો છે ,

બાળક થકી જ તેને ગર્ભ રહ્યો હોવાનો તેણે એકરાર પણ કર્યો છે. એટલે પોલીસે તેની ઉપર સગીર બાળક ઉપર જાતિય શોષણનો પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો છે. ગઇકાલે કોર્ટમાં તેને રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા ભગાવી જતા દોડતી થયેલી પોલીસને ચાર દિવસ પછી બંનેને શોધી કાઢવામાં સફળતા તો મળી છે પરંતુ એક ઘટસ્ફોટ એવો પણ થયો છે કે, શિક્ષિકાને પાંચ મહિના અને ચાર દિવસનો ગર્ભ છે.

આ બાળક થકી જ તેને ગર્ભ રહ્યો હોવાનો તેણે એકરાર પણ કર્યો છે. એટલે પોલીસે તેની ઉપર સગીર બાળક ઉપર જાતિય શોષણનો પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો છે. ગઇકાલે કોર્ટમાં તેને રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હોવાની ઘટના ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પાસેથી 5141 પકડાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં ટ્યુશન કરાવતી શિક્ષિકા અને ટ્યુશનમાં જતો વિદ્યાર્થી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા એટલે તેઓ ભાગી છુટ્યા હતા. બાળકની ઉંમર ને બદલે 13 વર્ષ હોવાનું પણ સામે આવ્યું હતું.

જોકે, ગુરુવારે કોર્ટમાં રજૂ કરી ત્યારે પોલીસે કોર્ટમાં બીજી સ્ફોટક હકીકત પણ સામે મૂકી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે શરીર સંબંધ પણ બંધાયા હોવાનો ખુલાસો થતાં શિક્ષિકાનું મેડિકલ ચેકઅપ પણ કરાવાયુ હતું. તેમાં શિક્ષિકાને પાંચ મહિના અને ચાર દિવસનો એટલે વીસ સપ્તાહનો ગર્ભ હોવાનું પણ જણાયુ છે.

શિક્ષિકાએ આ ગર્ભ વિદ્યાર્થી સાથેના સંબંધને કારણે જ રહ્યો હોવાનું પણ સ્વીકાર્યું છે. પોલીસે શિક્ષિકા સામે સગીર બાળકના જાતિય શોષણ અંગે પોક્સો એક્ટની કલમ 4, 6, 8 હેઠળ પણ ગુનો નોંધ્યો છે. પોલીસે રિમાન્ડના રજૂ કરેલા કારણોને સાંભળીને કોર્ટે શિક્ષિકાને એક દિવસના રિમાન્ડ ઉપર મોકલવાનો હુકમ કર્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, મૂળ રાજસ્થાનના 32 વર્ષના દુકાનદારના બે સંતાન પૈકી મોટો પુત્ર સ્મિત સુરતના એક હિન્દી વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરે છે. સ્મિત સ્કૂલ ટીચરને ત્યાં ટ્યુશન જતો હતો. સ્મિત ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી.

ઉપરાંત સ્મિતની સ્કુલ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સ્થિત તેની ટ્યુશન ટીચર મયુરીનો હાથ પકડીને જતા નજરે પડયો હતો. એટલે પુણા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ચાર દિવસ બાદ 29મી એપ્રિલે મોડી રાતે બંનેને રાજસ્થાનના શામળાજી પાસે ચાલુ બસમાંથી પકડી પાડ્યા હતાં અને સુરત લાવ્યા હતાં.

News Click 24

Poll not found

Related Articles

Back to top button