જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિવાદ ઉભો થયો છે
યુવક પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ હતો અને પોતાને સુરક્ષા દળથી બચવતી વખતે તેણે નદીમાં કૂદકો માર્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળો એક્શનમાં છે. આ દરમિયાન નદી કિનારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરક્ષા દળો પર આરોપ મૂકવામાં આવ્યો કારણ કે યુવકને પૂછપરછ માટે લેવામાં આવ્યો હતો. આ કેસમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવક સુરક્ષા દળોથી ભાગતો જોઈ શકાય છે. તે નદીમાં કૂદી પડે છે અને નદીના વહેણના વહેવા લાગે છે. . ઇમ્તિયાઝ અહમદ માગરે નામના આ યુવક પર આતંકવાદીઓને આશ્રય આપવાનો અને મદદ કરવાનો આરોપ હતો. હાલમાં આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ યુવક વિશે મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ યુવકનું નામ ઇમ્તિયાઝ અહેમદ માગરે હતુ અને તે 23 વર્ષનો હતો. સુરક્ષા દળોએ યુવકની અટકાયત કરી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલા પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી . તે હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
ઇમ્તિયાઝ અહેમદ માગરે નામનો આ યુવક કુલગામ જિલ્લાના દમહાલ હાજીપોરા વિસ્તારના તંગમાર્ગનો રહેવાસી હતો . તે ગુજરાન માટે છૂટક કામ કરતો હતો. રવિવારે સવારે તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓના ઠેકાણાની શોધખોળ કરતી વખતે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તે ડૂબી ગયો હતો.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે 23 વર્ષીય ઇમ્તિયાઝ અહેમદ માગરે જંગલ વિસ્તારમાંથી બહાર નીકળ્યા પછી સીધો અચાનક નદીમાં કૂદી પડ્યો હતો. શનિવારે પોલીસે ઇમ્તિયાઝની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે કુલગામના તંગમાર્ગ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડ્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસનો દાવો છે કે ઇમ્તિયાઝ માગરેની શુક્રવારે અટકાયત કરવામાં આવી હતી. તેણે બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ વિશે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે સવારે CASO (કોર્ડન અને સર્ચ ઓપરેશન) શરૂ કરવામાં આવ્યું ત્યારે તે ડ્રોન વિડીયોગ્રાફી દ્વારા કડક દેખરેખ હેઠળ નદીની નજીકના છુપાયેલા સ્થળે પહોંચ્યો. આ પછી તે વિશવ નાળામાં કૂદી ગયો. કદાચ તેણે નદી પાર કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હશે.
ટ્વિટર પર લીક થયેલા 38 સેકન્ડના વીડિયોમાં મગરે નદી કિનારે જતા અને વહેતા પાણીમાં કૂદી પડતા જોવા મળે છે. પોલીસે જણાવ્યું હતું કે ઇમ્તિયાઝને 23 એપ્રિલના રોજ તંગમાર્ગ જંગલમાં સુરક્ષા દળોના એક જૂના ઠેકાણાનો પણ ખ્યાલ હતો. જેને તોડી પાડવામાં આવ્યો હતો.