ગુજરાત

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.11 મે સુધીની આગાહી : તા.6 થી 9માં મુખ્ય વરસાદ – કુલ 1 થી 8 ઈંચ સુધી પાણી વરસી શકે : કરા પણ પડવાની શકયતા

મધ્ય પાકિસ્તાન, તેની નજીક પંજાબ તથા ઉતર પશ્ચિમ રાજસ્થાન પર 3.1 કી.મી.થી 9.4 કી.મી.ની ઉંચાઈએ અપર એર સાયકલોનિક સરકયુલેશન સક્રીય છે અને દક્ષિણ તરફ ઝુકાવ છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભરઉનાળે કાળઝાળ ગરમી બાદ હવામાનપલ્ટો થયો છે અને અમુક ભાગોમાં છુટાછવાયો વરસાદ છે, ત્યારે આવતીકાલથી વરસાદનો વ્યાપ વધશે અને તા.11 સુધીના આગાહીના સમયગાળામાં એકથી આઠ ઈંચ સુધીનો વરસાદ થઈ શકવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે જણાવ્યુ હતું કે, મધ્ય પાકિસ્તાન, તેની નજીક પંજાબ તથા ઉતર પશ્ચિમ રાજસ્થાન પર 3.1 કી.મી.થી 9.4 કી.મી.ની ઉંચાઈએ અપર એર સાયકલોનિક સરકયુલેશન સક્રીય છે અને દક્ષિણ તરફ ઝુકાવ છે. આ અપર એર સાયકલોનિક સરકયુલેશન હવે રાજસ્થાન પહોંચશે અને દક્ષિણ તરફ સરકશે. તેના પ્રભાવ હેઠળનો એક ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાવાની સંભાવના છે.

ઉતરપૂર્વીય અરબી સમુદ્રના ઉતરપુર્વ ભાવ તથા નજીકના ગુજરાતના કાંઠે 0.9 કી.મી.ની ઉંચાઈએ અપર એર સાયકલોનિક સક્રીય છે. આ સમયગાળામાં 925 એચપીએથી 300 એચપીએ સુધીના સ્તરોમાં ઉંચા ભેજવાળુ વાતાવરણ રહેશે જે થંડર સ્ટોર્મ સર્જી શકે છે.

તા.5થી11 મે સુધીની આગાહીમાં તેઓએ જણાવ્યું છે કે, આજે (5 મે) ઉતર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની શકયતા છે. તા.6થી 9 મે માં વરસાદનો વ્યાપ વધશે જે દરમ્યાન કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર પવન તથા કયારેક કરા વરસવાની પણ સંભાવના રહેશે. તા.10-11મીએ અમુક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

આગાહીના કુલ સમયગાળામાં જુદા-જુદા વિસ્તારોમાં વરસાદની માત્રામાં મોટુ અંતર જોવા મળી શકે છે અને કુલ 1થી8 ઈંચ સુધી વરસાદની શકયતા છે. મુખ્યત્વે 6થી9 મે દરમ્યાન જ વધુ વરસાદ થઈ શકે છે.

આગાહીના સમયગાળામાં આજે છુટાછવાયા વાદળોની શકયતા છે. તા.6થી9 દરમ્યાન વધુ વાદળો છવાવા સાથે વાતાવરણમાં અસ્થિરતા વધશે. તા.10-11મી એ છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે.

તાપમાનમાં પણ આ દરમ્યાન મોટો ફેરફાર શકય છે. આજે તાપમાન નોર્મલ કરતા નીચુ રહેશે. જયારે તા.6થી9 દરમ્યાન તે નોર્મલ કરતા 3થી10 ડીગ્રી સુધી નીચુ આવી જશે. તા.10-11મીએ નોર્મલ કરતા 3થી6 ડીગ્રી નીચુ રહેવાની શકયતા છે.

પવનની ગતિ મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમની રહેશે. જયારે કયારેક દક્ષિણના પવન ફુંકાશે. તા.6 થી 9માં અસ્થિર વાતાવરણને કારણે પવન પણ પલ્ટાઈ શકે. પવનની ઝડપ સામાન્ય રીતે 15થી25 કીમીની રહેશે. ઝાટકાના પવનની ગતિ 25થી35 કીમીની રહેશે. જયારે વાતાવરણમાં અસ્થિરતા વખતે તો ગતિ 40 થી 60 કીમીની પણ થઈ શકે છે.

હવામાન પલ્ટાના માહોલ તથા આકાશમાં વાદળોને કારણે તાપમાન નીચુ આવી જ ગયુ છે. ગઈકાલે રાજકોટમાં 41 ડીગ્રીએ નોર્મલ સ્તરે આવી ગયુ હતું. અમદાવાદમાં 37.4 ડીગ્રી હતું તે નોર્મલથી ચાર ડીગ્રી, અમરેલીનુ 39.5 તથા ભુજનુ 37.6 હતુ તે નોર્મલ કરતા 2.5 ડીગ્રી નીચુ રહ્યુ હતું. રાજયના મોટાભાગના સેન્ટરોમાં તાપમાન નોર્મલ કરતા નીચુ નોંધાયુ હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button