અમરનાથ ગુફામાંથી 2025 ના બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી ; બરફથી બનેલું સ્વ-નિર્મિત શિવલિંગ લગભગ 7 ફૂટ ઊંચું દેખાય છે,
અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. એટલે કે કુલ 38 દિવસની યાત્રામાં લાખો ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમરનાથ યાત્રા 2025 3 જુલાઇથી શરૂ થવાની છે. આ તરફ હવે બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથ યાત્રા પહેલા તમે ભોલે શંકરના દર્શન કરી શકો છો. બાબા બરફાનીનું અલૌકિક સ્વરૂપ દૃશ્યમાન છે.
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાંથી 2025 ના બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં બરફથી બનેલું સ્વ-નિર્મિત શિવલિંગ લગભગ 7 ફૂટ ઊંચું દેખાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ બાબા બર્ફાનીનું આ દિવ્ય સ્વરૂપ ભક્તોમાં ઉત્સાહ પેદા કરી રહ્યું છે.
અમરનાથ યાત્રા 2025 3 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. એટલે કે કુલ 38 દિવસની યાત્રામાં લાખો ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાલટાલ અને પહેલગામ રૂટ પર બરફ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ આ યાત્રા માટે નોંધણી કરાવી છે.



