UNSCએ બંધ બારણે બેઠક યોજી હતી. પાકિસ્તાનની વિનંતી પછી યોજાયેલી આ બેઠકનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.
બેઠક દરમિયાન પાકિસ્તાને સતત ખોટા નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે સિંધુ નદી સંધિને સ્થગિત કરવાના પગલાને ગેરકાયદેસર ગણાવ્યું હતું. આનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બંધ બારણે બેઠક યોજી હતી. પાકિસ્તાનની વિનંતી પછી યોજાયેલી આ બેઠકનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.
સોમવારે બપોરે યુએનએસસીમાં દોઢ કલાકની બંધ બારણે યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાનની ઉજાક ઉડી હતી. આ બેઠક પછી સંયુક્ત રાષ્ટ્રે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું ન હતું. તે સિવાય કોઈ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો ન હતો.
બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત અસીમ ઇફ્તિખારે જણાવ્યું હતું કે UNSC બેઠકમાં જે હાંસલ કરવાનો ઉદ્દેશ્ય હતો તે પૂર્ણ થયો છે. તેમણે કહ્યું કે આ બેઠકમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ઉકેલવા પર પણ ચર્ચા કરી હતી. આ બેઠક સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ યોજાઇ હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ તાજેતરના વર્ષોમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.
બેઠક દરમિયાન પાકિસ્તાને સતત ખોટા નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે સિંધુ નદી સંધિને સ્થગિત કરવાના પગલાને ગેરકાયદેસર ગણાવ્યું હતું. આનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે.
આ સમય દરમિયાન તેમણે કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. દાવો કર્યો હતો કે તે પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. પાકિસ્તાને જૂઠાણા દ્વારા UNSC ને સમજાવવાનો પ્રયાસ કર્યો કે અટારી સરહદ બંધ કરવા, રાજદ્વારી સંબંધોને વધુ ઘટાડવા અને આતંકવાદ સામે ભારતના કડક અને નિર્ણાયક વલણ જેવા ભારતના પગલાં આ ક્ષેત્રમાં અસ્થિરતા વધારી રહ્યા છે.
આ બેઠક પછી અસીમ ઇફ્તિખારે દાવો કર્યો કે તેમની માંગ પર UNSC ની બેઠક યોજવી એ તેમની રાજદ્વારી જીત હતી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનું અસ્થાયી સભ્ય છે અને તેણે યુએનએસસીને વર્તમાન પરિસ્થિતિ અંગે આ બાબતે ચર્ચા કરવા વિનંતી કરી હતી. 15 સભ્યોની યુએનએસસીની અધ્યક્ષતા મે મહિના માટે ગ્રીસ કરશે અને 5 મેના રોજ પાકિસ્તાન સાથે બેઠકનું નેતૃત્વ કરશે.