ગુજરાતમાં યોજાશે મોકડ્રીલ, દેશભરમાં અપાયો છે આદેશ ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે ,
આ ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે. આ ડ્રિલનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર કરવાનો છે,

યુદ્ધના માહોલ વચ્ચે રાજ્યમાં મોકડ્રીલનુ આયોજન કરાયું છે. ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મે 2025ના રોજ દેશભરના રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલનો આદેશ આપ્યો છે. આ ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે. આ ડ્રિલનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર કરવાનો છે, જેમાં બંકરોનો ઉપયોગ, કટોકટીની સ્થિતિમાં સલામતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. LoC પરના ગામોમાં રહેતા લોકો પહેલેથી જ સામુદાયિક બંકરો તૈયાર કરી રહ્યા છે, જે યુદ્ધની આશંકાને દર્શાવે છે.
જો આપને આવતીકાલે કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ હશે . આ દરમિયાન ‘યુદ્ધવાળું સાયરન’ વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે. 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે.
22મી એપ્રિલે થયેલા આતંકી હુમલાને પગલે ભારત હવે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. જે સંદર્ભે વડાપ્રધાન ખુદ બેઠક પર બેઠકો કરી રહ્યા છે. આજે વડાપ્રધાન અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. મોદી સરકાર અત્યારે સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. આ અગાઉ વડાપ્રધાને વાયુસેનાના વડાને મળ્યા હતા અને હવે તેમણે સંરક્ષણ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે. વડાપ્રધાનની આ બેઠકો સૂચવે છે કે ભારત પાકિસ્તાન સામે કોઇ મોટુ કદમ ઉઠાવી શકે છે.