ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે. પહેલગામ હુમલાના બદલામાં ભારતે આતંકવાદ સામે “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું ,
હુમલા માટે હવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને આતંકવાદને મોટો ફટકો આપ્યો છે. પહેલગામ હુમલાના બદલામાં ભારતે આતંકવાદ સામે “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું છે. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે.
આ હુમલા માટે હવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ તરફ હવે પાકિસ્તાનથી હુમલાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. ભારતના હુમલાઓએ લાહોર, પંજાબથી Pok સુધી ગભરાટ ફેલાવ્યો છે. ભારતીય મિસાઇલ વિસ્ફોટોના કંપન ઇસ્લામાબાદ સુધી અનુભવાયા. ભારતીય વાયુસેનાએ આ હુમલો કર્યો. રાફેલ અને સુખોઈએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા.
ઓપરેશન સિંદૂરનો પાયો NTRO એટલે કે નેશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાખવામાં આવ્યો હતો. તેનું કામ પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ઓળખવાનું હતું. આ સ્થળો પર દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી એક યોજના બનાવવામાં આવી. પાકિસ્તાન પર હુમલો કરવાનો છેલ્લો કોલ NSA અજિત ડોભાલે લીધો હતો.
પહેલગામ હુમલા પછી તરત જ ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ શરૂ કરાયું હતું. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઇ હતી. ઓપરેશનની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સંભાળી અને એરફોર્સ, નેવી અને આર્મીના સતત સંપર્કમાં હતા.
પાકિસ્તાનની અંદર ચાલતા હાઇવેલ્યૂ ટેરર કેમ્પસ શોધવા સૂચન અપાયા હતા. આ તરફ પાકિસ્તાનના કોઇપણ સ્થળે આવેલા આતંકીઓના કેમ્પ શોધી કઢાવા આદેશ અપાયો હતો. આ સાથે સમગ્ર ઓપરેશનની જવાબદારી અજીત ડોભાલે પાર પાડી અને સેનાએ વીરતાથી તમામ ટાર્ગેટ ધ્વસ્ત કર્યા હતા.
ભારતે NTRO(નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ની મદદથી આતંકીઓને ટ્રેક કર્યા હતા. NTROએ આતંકીઓ છૂપાયાની માહિતી આપી હતી. હુમલામાં આતંકી કમાન્ડર ઠાર થયાની સંભાવના છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. ઓપરેશન સિંદૂરથી પહેલગામ હુમલાનો બદલો લીધો છે.



