ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતની કાર્યવાહીથી ખુશમિજાજમાં આવેલા અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે આપણા સુરક્ષા દળો પર ગર્વ છે.. ઓપરેશન સિંદૂર પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ઘાતકી હત્યાને અપાયેલો ભારતનો જડબાતોડ જવાબ છે
પાકિસ્તાનની કમર તોડી નાખતી ભારતની એર સ્ટ્રાઈક બાદ હવે ભારત સરકારના મોટા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ઓપરેશન સિંદૂરથી ઉત્સાહિત થયેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતની કાર્યવાહીથી ખુશમિજાજમાં આવેલા અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે આપણા સુરક્ષા દળો પર ગર્વ છે.. ઓપરેશન સિંદૂર પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ઘાતકી હત્યાને અપાયેલો ભારતનો જડબાતોડ જવાબ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો પર કોઈ પણ હુમલાને જડબાતોડ જવાબ આપવામાં કટિબદ્ધ છે. ભારત આતંકવાદના મૂળિયા ઉખેડી નાખવા પણ એટલું જ પ્રતિબદ્ધ છે.
એર સ્ટ્રાઈક બાદ વિદેશ મંત્રી એસ જયશંકરનું એક લાઈનનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલેરન્સ દેખાડવું પડશે. હુમલા બાદ તરત જયશંકરે અમેરિકી એનએસએ સાથે વાત કરી હતી અને તેમને હુમલાનું બ્રીફિંગ આપ્યું હતું.
પહેલગામ હુમલાના 15 દિવસ બાદ ભારતે બદલો લઈ લીધો છે. પહેલગામ હુમલા બાદ ભારતે આતંકીઓને ઠેકાણે પાડવા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. આ ઓપરેશન હેઠળ, ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડી દીધાં હતા. ભારતે કોઈને પણ ગંધ ન આવે તે રીતે, રાત્રે 1:30 વાગ્યે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડ્યાં હતા. ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે.



