Sindoor નો પ્રહાર: કંધારથી પહેલગામ સુધી 25 મિનિટમાં 25 વર્ષનો હિસાબ ,
ઓપરેશન સિંદુર અંતર્ગત સશસ્ત્ર દળોએ સટીક નિશાન સાધતા સંરક્ષણ પ્રણાલી દ્વારા નવ આતંકવાદી સ્થલ પર 25 મિસાઇલો છોડી હતી. આ નવ આતંકવાદી સ્થળ પર પ્રહાર કેટલો જરૂરી હતી અને તેમનો આતંકવાદી આકાઓ સાથે શું કનેક્શન હતું.

6 થી 7 મે દરમિયાન રાત્રે 01.05 વાગ્યાથી માંડીને 01.30 વાગ્યા સુધી સશસ્ત્ર દળોઓ ઓપરેશન સિંદુર પાર પાડ્યું હતું. 25 મિનિટના આ ઓપરેશનમાં 24 મિસાઇલો દ્વારા નવ આતંકવાદી શિબિરો ધ્વસ્ત કરી દેવામાં આવી. આ 9 સ્થળો પૈકીપાંચ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાં હતી. જ્યારે 4 પાકિસ્તાનમાં હતી. આ સ્થળોમા આતંકવાદીઓને ભરતી કરવામાં આવે છે. તેમણે ટ્રેન કરવામાં આવે છે. તેમને મગજમાં ઝેર ભરવામાં આવે છે. ઓપરેશન સિંદુરમાં આ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના સૈન્ય પ્રતિષ્ઠાનો તથા રહેણાંક વિસ્તાર અને સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે. આ પરાક્રમ અંતર્ગત નષ્ટ કરવામાં આવેલા આતંકવાદી સ્થળો અંગે જાણીએ.
2024 માં સોનમર્ગ અને ગુલમર્ગમાં થયેલા આતંકવાદી હુમલાની સાથે સાથે પહેલગામમાં 22 એપ્રીલ 2025 પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં આવેલા આતંકવાદીઓ આ ટ્રેનિંગ કેમ્પ ખાતે જ તૈયાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદી શિબિર 2000 માં શરૂ થઇ હતી. પાકિસ્તાની સૈન્ય અને આઇએસઆઇના અધિકારી ઘણીવખત અહીં આવતા હતા ,
રાજોરી અને પુંછમાં સક્રિય આતંકવાદી આ કેમ્પમાં ટ્રેનિંગ લેતા હતા. પુંછમાં 20 એપ્રીલ 2023 ના રોજ થયેલા હુમલા અને રિયાસીમાં 9 જુન 2024 ના રોજ તીર્થયાત્રીઓ પર હુમલો કરવા આવેલા આતંકવાદીઓએ પણ અહીંથી જ ટ્રેનિંગ લીધી હતી.
રાજોરી અને પુંછમાં સક્રિય આ આતંકવાદી કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ ઉપરાંત અહીં હથિયાર, વિસ્ફોટક રાખવામાં આવતા હતા. અહીં આતંકવાદીઓને ગાઢ જંગલમાં જીવતા રહેવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. પાકિસ્તાની સેનાનું સ્પેશિયલ સર્વિસ ગ્રુપ અહીં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા આવતા હતા ,
4 બરનાલા કૈમ્પ, ભીમબેર પીઓકે , ક્યાં – નિયંત્રણ રેખાથી 9 કિલોમીટર , કેનો કેમ્પ – લશ્કર એ તોયબા ,
અહીં હથિયાર, આઇઇડી રાખવામાં આવતા હતા. આતંકવાદીઓને ગાઢ જંગલોમાં જીવતા રહેવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અહીં એક વખતમાં 100 થી વધારે આતંકવાદીઓ રોકાઇ જતા હતા.
અબ્બાસ કૈમ્પ, કોટલી, પીઓકે , ક્યાં – નિયંત્રણ રેખાથી 13 કિલોમીટર દુર , કોનો કેમ્પ – લશ્કર એ તોયબા/જૈશ એ મોહમ્મદ
અહીં લશ્કરના ફિદાયીન જુથ તૈયાર કરવામાં આવતા હતા. એક વખતમાં 15 આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા લાયક જગ્યા હતી. માનવામાં આવે છે કે, જૈશ એ મોહમ્મદનો આતંકવાદી કારી જરાર પણ અહીં આવતો હતો. પુંછ અને રાજોરી સેક્ટરમાં ઘુસણખોરી માટે અહીંથી જ આતંકવાદીઓ તૈયાર થતા હતા.
પાકિસ્તાનની અંદર રહેલા ચાર આતંકવાદી સ્થળ સરજલ કેમ્પ, સિયાલકોટ, પાકિસ્તાન ,ક્યાં – આંતરરાષ્ટ્રીય સીમાથી 6 કિલોમીટર દુર , કેનો કેમ્પ – જૈશ એ મોહમ્મદ
માર્ચ 2025 માં જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોની જે આતંકવાદીઓએ હત્યા કરી, તેમને અહીં જ ટ્રેનિંગ અપાઇ હતી. જૈશનો આતંકવાદી અબ્દુલ રઉફ અસગર અને આ કેમ્પને ચલાવતું હતું. અહીં આતંકવાદીઓેને સુરંગ ખોદવાનું શીખવવામાં આવતું હતું. અહીંથી જ આતંકવાદીઓ ડ્રોન દ્વારા હથિયાર અને નશાની ખેપ ભારતમાં મોકલતા હતા.
મહમૂના જોયા કેમ્પ, સિયાલકોટ, પાકિસ્તાન ક્યાં – આંતરરાષ્ટ્રીય સીમાથી 12 થી 18 કિલોમીટર દુર કોનો કેમ્પ – હિઝબુલ મુજાહિદ્દીન ,
અહીંથી તાલીમ મેળવ્યા પછી, આતંકવાદીઓ જમ્મુ અને કઠુઆમાં ઘૂસણખોરી કરે છે. પઠાણકોટ એરબેઝ પર હુમલાનું કાવતરું અહીં રચાયું હતું. આ કેમ્પ એક આરોગ્ય કેન્દ્રની આડમાં ચાલતો હતો. જમ્મુમાં આતંકવાદી હુમલા કરનાર ઇરફાન ટાંડા આ કેમ્પ ચલાવતો હતો.
મરકઝ તૈયબા કેમ્પ, મુરીદકે, પાકિસ્તાન ક્યાં: આંતરરાષ્ટ્રીય સરહદથી 18 થી 25 કિમી દૂર. કોનો કેમ્પ: લશ્કર-એ-તૈયબા.
પાકિસ્તાનની અંદર સૌથી મોટા આતંકવાદી ઠેકાણાઓમાંથી એક. 2008 ના 26/11 ના મુંબઈ હુમલાને અંજામ આપવા આવેલા આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી. અજમલ કસાબ અને ડેવિડ હેડલીને પણ અહીં તાલીમ આપવામાં આવી હતી, જેને દૌરા-એ-રિબ્બત કહેવામાં આવે છે. તહવ્વુર રાણા પણ અહીં આવ્યો હતો. જેને હવે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. અહીં ચાર મિસાઇલો છોડવામાં આવી હતી. અલ કાયદાના મુખ્ય આતંકવાદી ઓસામા બિન લાદેને અહીં ગેસ્ટ હાઉસ બનાવવા માટે 10 લાખ પાકિસ્તાની રૂપિયાનું દાન કર્યું હતું. લશ્કર આતંકવાદીઓની ભરતી માટે અહીં બે અઠવાડિયાનો કોર્ષ ચલાવતું હતું, જેમાં નવા આતંકવાદીઓનું બ્રેઇનવોશ કરવામાં આવતું હતું.
મરકઝ સુભાનલ્લાહ, બહાવલપુર, પાકિસ્તાન ક્યાં: આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિમી દૂર. કોનો કેમ્પ: જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક.
અહીં લોકોને ઉશ્કેરવામાં આવતા હતા અને આતંકવાદી બનાવવામાં આવતા હતા. ભરતી પછી, તેમને તાલીમ આપવામાં આવતી હતી. આતંકવાદી નેતાઓ ઘણીવાર અહીં આવતા હતા. ફેબ્રુઆરી 2019 ના પુલવામા હુમલાનું કાવતરું અહીંથી ઘડવામાં આવ્યું હતું. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને તેના ભાઈ અસગરના ઘર પણ આ સંકુલમાં હતા. મસૂદ અઝહર એ જ આતંકવાદી છે જેને 1999 ના કંદહાર વિમાન હાઇજેક કેસ પછી મુસાફરોની મુક્તિના બદલામાં મુક્ત કરવો પડ્યો હતો. બાદમાં તેણે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનની રચના કરી.



