બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી રહ્યા છે. લાહોરમાં થયા સળંગ ત્રણ બ્લાસ્ટ ,
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, એરપોર્ટ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી લાહોર એરપોર્ટ પર સાયરનનો અવાજ સંભળાયો અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે

આતંકવાદને આશ્રય આપનારા દેશ પાકિસ્તાનની સમસ્યાઓ વધી રહી છે. હવે પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટ લાહોર એરપોર્ટ નજીક થયા હતા. પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાનના સ્થાનિક જીઓ ન્યૂઝે આ વિસ્ફોટના સમાચારની પુષ્ટિ કરી છે.
Poll not found



