ગુજરાત

આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી ,

ગઇકાલે વહેલી સવારે 6 વાગ્યા થી રાતે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 59 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યભરમાં 50-60 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે.

આગામી 9 થી 11 મે દરમિયાન રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે. આ દરમિયાન પણ રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. શુક્રવારે, નવમી તારીખે આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છે.. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગઇકાલે વહેલી સવારે 6 વાગ્યા થી રાતે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 59 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો..

ગઇકાલે સૌથી વધુ વરસાદ ખંભાતમાં નોંધાયો હતો.. ખંભાતમાં 102 મિ.મી એટલે કે 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ભાવનગરમાં 76 મિ.મી (2.9 ઈંચ), અમદાવાદના બાવળામાં 69 મિ.મી (2.7 ઈંચ), વડોદરામાં 67 મિ.મી (2.6 ઈંચ), આણંદના બોરસદમાં 64 મિ.મી (2.5 ઈંચ), ખેડાના નડિયાદમાં 59 મિ.મી (2.3 ઈંચ) અને જૂનાગઢના વંથલીમાં 58 મિ.મી (2.2 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button