જસ્ટિસ વર્મા ; તપાસ રિપોર્ટનાં ખુલાસા બાદ સુપ્રિમનો આદેશ પદ ખાલી કરો તપાસ સમિતિએ 50 થી વધુ લોકોના નિવેદન લીધા ,
ઉલ્લેખનીય છે કે 14 માર્ચે લુટીયન્સ દિલ્હીમાં જસ્ટિસ વર્માના આવાસીય પરિસરના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ બુઝાવતી વખતે તેમાં કથિત રીતે અડધી સળગેલી ચલણી નોટો મળી આવી હતી. ત્યારબાદ વર્માની બદલી અલહાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

અલાહાબાદ હાઈકોર્ટનાં જસ્ટીસ યશવંત વર્માના દિલ્હી સ્થિત સરકારી આવાસ પર રોકડ મળવાના આરોપોની પુષ્ટિ સુપ્રિમ કોર્ટની ઈન હાઉસ તપાસ સમિતિએ કરી દીધી છે. સુત્રો મુજબ રિપોર્ટ સીજેઆઈ સંજીવ ખન્નાને સોંપાયો છે.
જેમણે જસ્ટીસ વર્માને રિપોર્ટ મોકલીને જવાબ માગ્યો છે.ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ રિપોર્ટમાં કરવામાં આવેલ ક્રિટીકલ નિષ્કર્ષોને ધ્યાનમાં રાખીને જસ્ટિસ વર્માને પદ છોડી દેવાનો આગ્રહ સીજેઆઈએ જસ્ટિસ વર્માને કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 14 માર્ચે લુટીયન્સ દિલ્હીમાં જસ્ટિસ વર્માના આવાસીય પરિસરના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ બુઝાવતી વખતે તેમાં કથિત રીતે અડધી સળગેલી ચલણી નોટો મળી આવી હતી. ત્યારબાદ વર્માની બદલી અલહાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટે 22 માર્ચે આ મામલામાં તપાસ માટે ત્રણ સભ્યોની સમિતીની રચના કરી હતી. સમિતિએ 43 દિવસમાં તપાસમાં 50 થી વધુ લોકોના નિવેદન લીધા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આગ લાગતી વખતે સ્ટોરરૂમમાં મોટી માત્રામાં રોકડ હતી. જયારે જસ્ટીસ વર્માએ આ આરોપોનો ઈન્કાર કર્યો હતો.
જજોને માત્ર બે કારણોથી હટાવવામાં આવે છે.સાબિત થયેલ દુર્વ્યવહાર અને અસમર્થતા તપાસ રિપોર્ટ સીજીઆઈને સોંપાય છે. જેમાં બે સંભવિત નિષ્કર્ષ નીકળે છે. આરોપ ખોટા નીકળે તો મામલો બંધ થઈ આરોપ સાચા નીકળે તો કંઈ ગંભીર નથી તો સીજેઆઈ સતાહ દેશે.
આરોપ ગંભીર હશે તો ન્યાયાધીશને રાજીનામું આપવાનું કે સ્વૈચ્છીક નિવૃતિ લેવાનું કહેવામાં આવે છે. જો તે રાજીનામું નથી આપતા તો સીજેઆઈ તેને કોઈપણ ન્યાયિક કાર્ય નહિં સોંપવાનો નિર્દેશ કરી શકે છે.