બ્રેકીંગ ન્યુઝ

ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં હેલિકૉપ્ટર ક્રેશ થયું 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત ,

હેલિકોપ્ટરમાં સવાર લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં પાયલટ અને છ યાત્રી સામેલ છે. પાયલટનું નામ કેપ્ટન રૉબિન સિંહ છે. છ યાત્રીઓમાં બે મહિલા હતી. તેનું નામ વીનિત ગુપ્તા, અરવિંદ અગ્રવાલ, વિપિન અગ્રવાલ, પિંકી અગ્રવાલ, રશ્મિ અને કિશોર જાધવ છે.

ચારધામ યાત્રા વચ્ચે ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં હેલિકૉપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. આ 7 સીટર હેલિકૉપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, દુર્ઘટનામાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર પ્રાઇવેટ કંપની એરો ટ્રિંકનું હતું, જેમાં સાત લોકો સવાર હતાં. જેમાંથી બે ના મોત થઈ ગયા અને બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હેલિકોપ્ટરમાં સવાર લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં પાયલટ અને છ યાત્રી સામેલ છે. પાયલટનું નામ કેપ્ટન રૉબિન સિંહ છે. છ યાત્રીઓમાં બે મહિલા હતી. તેનું નામ વીનિત ગુપ્તા, અરવિંદ અગ્રવાલ, વિપિન અગ્રવાલ, પિંકી અગ્રવાલ, રશ્મિ અને કિશોર જાધવ છે.

નોંધનીય છે કે, ઉત્તરકાશીમાં છેલ્લાં ઘણાં સમયથી વાતાવરણ ખરાબ છે. હવામાન વિભાગે આ માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું. ચારધામ યાત્રાના રસ્તામાં અનેક જગ્યાએ ભારે વરસાદના સમાચાર પણ સામે આવ્યા હતાં.

News Click 24

Poll not found

Related Articles

Back to top button