ઓપરેશન સિંદૂરને આગળ ધપાવતાં ભારતે બીજો મોટો ફટકો મારીને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો બોલાવી દીધો છે.
ભારતે પાકિસ્તાનના 3 શહેરોમાં HQ-9 એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. ભારતે ઈઝરાયલી ડ્રોન હાર્પીથી પાકિસ્તાન પર હુમલો કર્યો છે.

દુશ્મન દેશને પાઠ ભણાવવા શરુ થયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે બીજો મોટો ફટકો મારીને મિસાઈલથી એટેક કરીને પાકિસ્તાનની લાહોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખી છે. એર ડિફેન્સ સિસ્ટમના ખાતમા સાથે ભારતીય સુરક્ષા દળોએ લાહોર, કરાંચી અને બીજા સ્થળોએ ઘાતક ડ્રોન એટેક કર્યાં હતા.
ભારતે પાકિસ્તાનના 3 શહેરોમાં HQ-9 એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. ભારતે ઈઝરાયલી ડ્રોન હાર્પીથી પાકિસ્તાન પર હુમલો કર્યો છે. આ પહેલા પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે લાહોર, રાવલપિંડી અને કરાચી સહિત ઘણી જગ્યાએ ડ્રોન હુમલા થયા છે. પાકિસ્તાની સેનાએ 9 સ્થળોએ ઓછામાં ઓછા 25 ભારતીય ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે બીજા ડ્રોનથી નુકસાન થયું. ચૌધરીના જણાવ્યા મુજબ, ગુરુવારે લાહોરમાં થયેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના ચાર સૈનિકો ઘાયલ થયા હતા. મિયાનમાં એક વ્યક્તિનું મોત થયું છે.