ઓપરેશન સિંદુરમાં ભારતને સૌથી મોટી સફળતા ; કંદહાર હાઈજેકનો માસ્ટર માઈન્ડ આતંકી રઉફ અઝહર પણ માર્યો ગયો ,
1999માં ભારતીય વિમાનનું અપહરણ કરી કંદહાર લઈ જવામાં ષડયંત્રનો માસ્ટર માઈન્ડ રઉફને ખત્મ કરી ભારતે 26 વર્ષ પુર્વેનો બદલો લીધો

ઓપરેશન સિંદુરમાં પાક સ્થિત ત્રાસવાદી કેમ્પોનો સફાયો કર્યો તેમાં 1999માં ઈન્ડીયન એરલાઈન્સની આઈસી 814ના અપહરણ અને કંદહાર લઈ જવાના ત્રાસવાદી કૃત્યમાં ‘ઓપરેશનલ હેડ’ તરીકે ખુદને દર્શાવતો આતંકી અબ્દુલ રઉફ અઝહર પણ માર્યા ગયો હતો. ભારતીય સેનાએ બહાવલપુર પર જે એરસ્ટ્રાઈક કરી હતી.
તે જૈશ એ મોહમ્મદનું હેડકવાટર હતું. જે પુરેપુરુ ધ્વંશ કરી દેવાયુ હતું અને તેના આતંકી મસૂદ અઝહરના પત્ની, બાળકો અને સાથીઓ સહિત 14 લોકો માર્યા ગયા હતા જેમાં મસૂદનો ભાઈ અબ્દુલ રઉફ અઝહર પણ મરાયો છે.
આમ ભારતે પહેલગાવ હુમલાના બદલામાં છેક 1999ના કંદહાર વિમાની હાઈજેકીંગનો પણ બદલો લઈ લીધો છે તે હાલ અહી જૈશ એ મોહમ્મદનો ‘ઓપરેશન હેડ’ તરીકે કામ કરતો હતો.
મસૂદનો જમણો હાથ હતા તથા પાક સેના અને જાસૂસી એજન્સી આઈએસઆઈનો પણ ખાસ હતો. 1999માં તેણે જ કાઠમંડુથી દિલ્હી આવતી ઈન્ડીયન એરલાઈન્સની ફલાઈટના અપહરણનું ષડયંત્ર રહ્યું હતું.
જેમાં મુસાફરોની મુક્તિના બદલામાં કાશ્મીરની જેલમાં રહેલા તેના ભાઈ મસૂદને મુક્ત કરાવ્યો હતો તથા મધરાત વિમાન છેક અફઘાનીસ્તાનના કેદહારમાં લઈ ગયો હતો.
તેની સાથે પત્રકાર ડેનીયલ પરેલની હત્યાનો પણ આરોપ હતો તે ઓમાર શેખ પણ આ અપહરણમાં સામેલ હતા અને બાદમાં તે અફઘાનમાંથી પાકિસ્તાન શીફટ થઈ ગયો હતો. આમ ઓપરેશન સિંદુર એ ધાર્યા નિશાન પાર પાડયા છે.