પાકિસ્તાનનાં કટકા ;પાકિસ્તાનનાં જ બલુચીસ્તાને આઝાદીનું એલાન કરી દીધુ છે પાક ધ્વજ હટાવીને બહુચનો સ્વતંત્ર ધ્વજ ફરકાવી દીધો
દિલ્હીમાં સ્વતંત્ર દૂતાવાસ ખોલવા ભારત પાસે માંગ: તૂર્ત શાંતિ મિશન મોકલવા સંયુકત રાષ્ટ્રસંઘને દરખાસ્ત

યુદ્ધના માહોલમાં પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનને ભારત તરફથી પ્રચંડ પ્રહારનો સામનો કરવાનો વખત આવ્યો જ છે. ત્યારે આંતરીક મોરચે પણ સ્થિતિ ખરાબ થઈ છે.પાકિસ્તાનનાં જ બલુચીસ્તાને આઝાદીનું એલાન કરી દીધુ છે પાક ધ્વજ હટાવીને બહુચનો સ્વતંત્ર ધ્વજ ફરકાવી દીધો છે. ઉપરથી દિલ્હીમાં દુતાવાસ ખોલવાની પણ માંગ કરી છે.
બલોચનાં લેખક-પત્રકાર મીર યાર બલોચે ટવીટ કરીને આઝાદીનું એલાન કર્યુ હતું. સાથોસાથ સંયુકત રાષ્ટ્ર સંઘને શાંતિ મિશન મોકલવાની તથા દિલ્હીમાં બલુચીસ્તાન માટે નવુ દુતાવાસ ખોલવાની માંગ કરી છે.
એકસ પરની ટવિટમાં તેમણે લખ્યુ છે કે આતંકવાદી પાકિસ્તાન પતનના આરે છે અને આ ઘોષણા કરી નાખવી જોઈએ સંયુકત રાષ્ટ્ર સંઘે બલુચીસ્તાનના લોકતાંત્રીક ગણરાજયની સ્વતંત્ર આપવી જોઈએ અને આ માટે તમામ સભ્ય દેશોની બેઠક કરવામાં આવે.
સ્વતંત્ર ચલણ તથા પાસપોર્ટ માટે ફંડ ફાળવવામાં આવે બલુચીસ્તાનમાં શાંતિ મીશન મોકલવા તથા પાકિસ્તાની સેનાનાં કબ્જામાંથી બલૂચીસ્તાનનાં જમીન-વાયુ તથા સમુદ્રી ક્ષેત્રો ખાલી કરાવવામાં આવે.તમામ સંપતિ તથા હથીયાર બલૂચીસ્તાનમાં છોડવાનું કહેવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું કે, સૈન્ય, પોલીસ, ગુપ્તચર વિભાગ, આઈએસઆઈ સહીત સમગ્ર તંત્રમાંથી બીન બલુચીસ્તાન નાગરીકોને બલુચીસ્તાન છોડી દેવુ જોઈએ.
બલુચીસ્તાનનું નિયંત્રણ તુર્તમાં બલુચની નવી સરકારને સોંપી દેવામાં આવશે અને વચગાળાની સરકારનું ગઠન કરી દેવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આર-પારની લડાઈ જામી છે. તેવા સમયે બલુસ્તાનની આઝાદીની ચળવળ નિર્ણાયક તબકકે પહોંચી છે.