બે દિવસમાં ભારતીય સેનાએ પાકની હવા કાઢી “ભીખ માંગવાનું શરૂ” પાકિસ્તાને વિશ્વને કહ્યું અમને ભારે નુકશાન, લોન આપો
પાકિસ્તાનના સરકારના સત્તાવાર ટ્વિટ હેન્ડલથી વિશ્વ પાસે હાથ લંબાવ્યો : સ્ટોક માર્કેટ પડી રહ્યું છે, ભારે અફરાતફરી છે, ભારતનો હુમલો રોકવા મદદ કરો

એપ્રિલના પહેલગામ આતંકી હુમલા બાદ 6-7 મેના રોજ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર ભારે હુમલા કરી તમામ આંતકી કેમ્પ ધ્વસ્ત કરાયા હતા.
આ સાથે પાકિસ્તાને ગઈકાલે પોતાની નાપાક હરકત કરી અને જમ્મુ જેવા શાંત શહેર અને રહેણાંક વિસ્તારો પર હુમલો કરવાનું ચાલુ કર્યું. ભારતે આ પેહલા ફ્કત અને ફ્કત આતંકી ઠેકાણા પર જ હુમલા કર્યા હતા.
પાકિસ્તાનની નાપાક હરકતથી ભારતે જડબાતોડ જવાબ આપવાનું ચાલુ કર્યું અને ચારેય બાજુથી હુમલા કર્યા. ભારતે વળતા પ્રહારમાં લાહોર, ઇસ્લામાબાદ, કરાચી, સિયાલકોટ, મુલતાનમાં હુમલાથી તબાહી મચાવી દીધી.
અનેક જગ્યાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી દીધી. હવે ફક્ત બે દિવસમાં જ ભીખ માંગવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના સત્તાવાર સરકારી ટ્વીટ હેન્ડલ પર લખ્યું “દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાન પછી પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે.
વધતા યુદ્ધ અને સ્ટોક ક્રેશ વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી.”