જાણવા જેવું

ઈમરાનખાનની પાર્ટી સાંસદ શાહીદ અહેમદે મોદી સિંહ છે. શરીફને શિયાળ ગણાવ્યો ; સંસદમાં શરીફના આબરૂના ધજાગરા ,

સાંસદ શાહીદ ટીપુ સુલતાનના એક કથનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો એક લશ્કરનો સરદાર જો સિંહ હોય તો તેની સેનામાં શિયાળ હોય તો તે પણ સિંહની જેમ જંગ લડતા હોય છે, પ

‘ઓપરેશન સિંદુર’એકશનથી હાલ પાકિસ્તાન ભારતના હાથે ખોખરૂ થઈ રહ્યું છે. ત્યાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ પર અંદરથી માર પડી રહ્યો છે. આજે પાકિસ્તાનની સંસદમાં જંગને લઈને ડિબેટમાં ઈમરાનખાનની પાર્ટીનાં સાંસદ શાહીદ અહેમદે શાહબાઝ શરીફ પર વાર કરીને કહ્યું હતું અમારો વડાપ્રધાન જ કાયર છે. મોદીનું નામ લેતા જ તે થરથર કાંપે છે. શાહબાઝ શરીફની સરકાર શિયાળ છે.

સાંસદ શાહીદ ટીપુ સુલતાનના એક કથનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો એક લશ્કરનો સરદાર જો સિંહ હોય તો તેની સેનામાં શિયાળ હોય તો તે પણ સિંહની જેમ જંગ લડતા હોય છે, પણ જો નેતૃત્વ શિયાળના હાથમાં હોય તો સિંહોનો પણ દમ ઘટી જાય છે.

જયારે આપણા નેતા અને વડાપ્રધાન બુઝદીર (કાયર) હોય તો આપ પ્રજાને શું સંદેશો આપશો.આપણી પાસે એવો નેતા છે જે પોતાના ભાષણમાં મોદીનું નામ પણ નથી લઈ શકતો.

કારણ કે તેના ધંધાદારી સબંધો છે નવાઝ શરીફનું તો ભારત માટે એક પણ નિવેદન પણ નથી આવ્યું. ઈમરાનખાનના નજીકનાં સાંસદે કહ્યું હતું કે સીમા પર જે પ્રકારની હાલત છે.

તેને લઈને કહેવામાં આવે છે કે આપણે બહાદુરીથી લડવુ પડશે મારૂ કહેવુ છે કે આખરે એ કોણ લોકો છે જેમણે પોતાનાં સ્વાર્થ માટે ઈમરાનખાન જેવા નેતાને કેદ કરી રાખ્યો છે. અમે તેમને ઈમરાનખાન મળવા ગયા ત્યારે પરમીશન નહોતી મળી.

સાંસદે પીએમ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે જંગ થશે તો અમે જ સાથ આપશુ. કારણ કે અમારે જ અહી રહેવાનું છે તમારા લોકોનાં તો યુરોપ અને યુએઈમાં ઘરો છે. સાંસદ ઈમરાનખાનને જેલમાંથી બહાર કાઢવાની માંગ કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button