જાણવા જેવું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને રાજસ્થાન જયપુર સવાઈ માનસિંહ સ્ટેડિયમને ધમકી મળ્યા બાદ વધુ બે વેન્યુને ચોંકાવનારી ઈ-મેઈલ મળ્યા

દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ને અરૂણ જેટલી સ્ટેડિયમમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપતી એક અનામી ઈ-મેઇલ મળી હતી

ભારત પર કરેલ આંતકી હુમલાને પરિણામે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. આ યુઘ્ધ દરમ્યાન IPL ટીમના હોમ ગ્રાઉન્ડને ધમકીભરી ઈ-મેઇલ મળી રહી છે.

ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને રાજસ્થાન રોયલ્સના જયપુર સવાઈ માનસિંહ સ્ટેડિયમને ધમકી મળ્યા બાદ વધુ બે વેન્યુને ચોંકાવનારી ઈ-મેઈલ મળ્યા છે.

દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ને અરૂણ જેટલી સ્ટેડિયમમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપતી એક અનામી ઈ-મેઇલ મળી હતી. દિલ્હી કેપિટલ્સના આ હોમ ગ્રાઉન્ડમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત સુરક્ષા દળોને તહેનાત કરીને તપાસ કર્યા બાદ આ ધમકીને અફવા જાહેર કરવામાં આવી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સના ગઢ ચેપોક સ્ટેડિયમમાં ક્રિકેટ ઇવેન્ટ્સનું આયોજન ન કરવા સામે અધિકારીઓને ધમકીભરી ઈ-મેઇલ મળી હતી, જેને કારણે સુરક્ષા કડક કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button