બ્રેકીંગ ન્યુઝ

સ્વામી યોગેશ્વારનંદ ગીરીની ભવિષ્યવાણી 15 મે બાદ પાકિસ્તાનનું અસ્તિત્વ નહી રહે, 4 ટુકડા થઇ જશે ,

ભારત દ્વારા ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારત દ્વારા ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત દ્વારા તેનો સંપુર્ણ અને જડબાતોડ જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે હવે સ્થિતિ એટલી ટેન્સ છે કે યુદ્ધ થશે તેવી પણ આશંકા વ્યક્ત કરાઇ રહી છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને પણ કહ્યું કે, અમે હવે યુદ્ધની સ્થિતિમાં છીએ. અમે હવે હિસાબ કર્યા વગર યુદ્ધ પુર્ણ કરીશું નહી. તેના કારણે હવે પાકિસ્તાન ભારતને યુદ્ધમાં ખેંચે તેવી શક્યતા છે.

જો કે આવા સમયે રણવીર અલ્હાબાદીયાના શોના ઇન્ટરવ્યું આપીને ચર્ચામાં આવેલા સ્વામી યોગેશ્વારનંદ ગીરીની વધારે એક ભવિષ્યવાણી ખુબ જ વાયરલ થઇ રહી છે. અત્રેઉલ્લેખનીય છે કે, તેમણે દેશ માટે એક આગાહી કરી હતી. એ આગાહી અનુસાર તેમણે કહેલી તારીખે જ પહેલગામ હુમલો થયો અને ત્યાર બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું. તેમણે અગાઉથી જ કહી દીધું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

હવે તેમની એક વધારે આગાહી વાયરલ થઇ રહી છે. જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, 15 મે, 2025 ની તારીખ પાકિસ્તાન માટે ખુબ જ ખરાબ છે. આ દિવસે પાકિસ્તાનનાં ચાર ટુકડા થઇ જશે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ નહી રહે ચાર નવા દેશોનો જન્મ થશે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાનનાં વડાપ્રધાનને પણ તેના પદ પરથી હટાવી દેવાશે. જો પાકિસ્તાને બે ટુકડા એક રાખવા હશે તો ઇમરાન ખાનને વડાપ્રધાન બનાવવા પડશે.

આ ઉપરાંત તેમના અનુસાર 30 મે 2025 બાદ ભારત એક ખુબ જ મહાશક્તિ સ્વરૂપે ઉભરશે. ભારત વિશ્વનાં ટોપ ચાર અર્થતંત્ર તરીકે ઉભરશે. અર્થતંત્ર વિશ્વનાં ટોપનાં દેશ તરીકે ઉભરશે. અનેક સ્થળો પર પ્રાકૃતિક આપદા આવવાની આગાહી પણ કરી છે. અન્નની કમી થાય તેવી પણ આગાહી તેમણે કરી છે. તેઓએ જણાવ્યું કે, અન્નનું ભંડારણ કરવા માટેની અપીલ પણ કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button