ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તેઓ તણાવ ન અટકાવે તો અમેરિકા તેમના સાથે વેપાર બંધ કરી દેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે 9 મેના રોજ વડા પ્રધાન મોદીની સાથે વાત કરી હતી.

ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમના દબાણને કારણે બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા. ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તેઓ તણાવ ન અટકાવે તો અમેરિકા તેમના સાથે વેપાર બંધ કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે તેમણે બંને દેશો સાથે વેપાર સમાપ્ત કરવાની ધમકી આપી હતી. જોકે, ભારતે અમેરિકાના આ દાવાને નકારી કાઢ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે 9 મેના રોજ વડા પ્રધાન મોદીની સાથે વાત કરી હતી. ઉપરાંત, અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ 8 અને 10 મેના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ સાથે પણ વાત કરી હતી. પરંતુ આ કોઈપણ ચર્ચામાં વેપારનો ઉલ્લેખ નહોતો.
જ્યારે ભારતે 10 મેના રોજ પાકિસ્તાનના એક મુખ્ય એરબેઝ પર હુમલો કર્યો, ત્યારે બીજા જ દિવસે US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી અને પછી ફરીથી જયશંકરનો સંપર્ક કર્યો. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કોલ કોઈ સમાધાન અથવા ‘ઓફ-રેમ્પ’ના સંદર્ભમાં નહોતો. માર્કો રુબિયોએ પૂછ્યું હતું કે શું પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા તૈયાર છે અને શું ભારત આ માટે સંમત થશે. આના જવાબમાં ભારતે કહ્યું હતું કે જો તેઓ હુમલો નહીં કરે તો અમે પણ હુમલો નહીં કરીએ.
ભારતનું વલણ સાફ છે તે કોઈ બાહ્ય દબાણ હેઠળ નથી. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જો પાકિસ્તાન તરફથી કોઈ હુમલો નહીં થાય તો ભારત પણ વિરોધમાં પગલું નહીં ભરે. PM મોદીના રાષ્ટ્ર સંબોધનમાં પણ જણાવાયું કે જો આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો ભારત તૈયાર છે જવાબ આપવા માટે. ઓપરેશન સિંદૂર આગળ પણ ચાલશે. આ સમગ્ર ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ભારત પોતાના નિર્ણયમાં સ્વતંત્ર છે અને રાષ્ટ્ર સુરક્ષા માટે કોઈ પણ કિમંતે સમર્પિત છે.



