ગુજરાત

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ,

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 14 મે એટલે કે આવતી કાલ સુધી વરસાદનું અનુમાન છે

વામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ  વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ એક દિવસ માવઠાનું અનુમાન છે.  27 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, મોરબી, અમરેલી, ભાવનગરમાં આજે વરસાદની આગાહી છે.ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં આજે વરસાદની શક્યતા છે.  ગઈકાલે 14 તાલુકામાં  કમોસમી વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 14 મે એટલે કે આવતી કાલ સુધી વરસાદનું અનુમાન છે. 14 મે બાદ રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધતા આકરી ગરમીનો અનુભવ થશે.

દિલ્હી-એનસીઆરમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે, જેનાથી તાપમાનમાં થોડી રાહત મળશે. આ સાથે, મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશમાં આજે હવામાન મિશ્ર રહેશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 14 મે થી હિટવેવનું અનુમાન છે. આજે હળવો વરસાદ અને ભારે પવન (40-5૦ કિમી/કલાક)ની આગાહી છે. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. મહત્તમ તાપમાન 38-40  ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગે વીજળી પડવાની ચેતવણી પણ જાહેર  કરી છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ નબળો પડવાને કારણે, હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે. શિમલા અને દહેરાદૂનમાં તાપમાન 25-30 ડિગ્રીની વચ્ચે રહેશે.

15 મેથી પશ્ચિમ રાજસ્થાનમાં હિટવેવની શક્યતા છે, પરંતુ આજે હવામાન આંશિક વાદળછાયું રહેવાની અને હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આજે બિહારના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પૂર્વ ચંપારણ, નવાદા, જમુઈ, બાંકા, શિવહર, મધુબનીમાં હીટ વેવની સ્થિતિ આવી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button