ગુજરાત

કચ્છના નખત્રાણામાં ગુરુ ગરવા સમાજના સમૂહલગ્નમાં હજારોની ભીડ વચ્ચે 7 શખ્સોએ મહંત પર હિચકારો હુમલો કર્યો

રાજ્યમાં મારામારી-લૂંટ જેવી વિવિધ ક્રાઈમની ઘટનાઓ બેફામ રીતે વધી રહી છે. જાહેરમાં મારામારી તો હવે સમાન્ય ઘટના બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે

રાજ્યમાં મારામારી-લૂંટ જેવી વિવિધ ક્રાઈમની ઘટનાઓ બેફામ રીતે વધી રહી છે. જાહેરમાં મારામારી તો હવે સમાન્ય ઘટના બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે, કારણ કે, રોજ બરોજ કયાંકને કયાંક મારા મારીનો બનાવ ન બન્યો હોય તેવું ભાગ્ય જ બને છે. ત્યારે કચ્છમાં જાહેર મંચ પર મહંત પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે.

કચ્છના નખત્રાણામાં એક સમૂહલગ્ન પ્રસંગ દરમિયાન મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. ગુરુ ગરવા સમાજના સમૂહલગ્નમાં હજારો ભીડ વચ્ચે 7 શખ્સોએ જાહેર મંચ પર જ મહંત પર હુમલો કર્યો છે. કુકમા ખાતે આવેલા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત રામગીરીબાપુ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે ,

પ્રાથમિક વિગત પ્રમાણે સામાજિક બાબતના મનદુઃખને લઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ મુખ્ય સુત્રધાર રમણીક ગરવા સહિત 7 શખ્સો સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વિશાલ ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા, ભરત ગરવા, ભદ્રેશ ગરવા અને ધવલ દવે સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button