અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલ ન બનાવાનું કહ્યું ,
ટ્રમ્પે બીજો એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી હતી. ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત કર પર કરાર ઇચ્છે છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલ ઉત્પાદનો ન બનાવાનું કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો, ભારત પોતાની રીતે જોઈ લેશે.
ટ્રમ્પે બીજો એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે ઘણા યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ લાદવાની ઓફર કરી હતી. ભારતે અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે કારણ કે ભારત આયાત કર પર કરાર ઇચ્છે છે. ગુરુવારે કતારમાં વ્યાપારી નેતાઓ સાથેના એક કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક સોદો ઓફર કર્યો છે જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી. તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત આપ્યો. એક દિવસ પહેલા મિશિગનમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે વાટાઘાટો રહી છે.
હકીકતમાં ટ્રમ્પનું માનવું છે કે ભારતમાં ઊંચા ટેરિફને કારણે અમેરિકન વ્યવસાયોમાં અડચણ પેદા થાય છે એટલે જ તેમણે ટીમ કૂકને ભારતમા એપલ ન બનાવાનું કહ્યું હતું.