ટચુકડા દેશ ઈઝરાયલનો દુનિયામાં ખૌફ ઈઝરાયલે યમનમાં હૂતી-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું.
ઈઝરાયલી સેનાએ યમનના તે બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે જે હુતી આતંકવાદી સંગઠનના નિયંત્રણ હેઠળ છે. તેણે હૂતી નેતાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

ટચુકડા દેશ ઈઝરાયલનો દુનિયામાં ખૌફ છે. ઈઝરાયલ તેના દુશ્મનને દુનિયાના ખુણેથી પણ શોધીને ઠાર કરી નાખે છે. ભારત પાકિસ્તાન માંડ શાંત પડ્યાં ત્યાં ફરી પાછું બીજા બે દેશ વચ્ચે ડખો પડ્યો છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે.
ઈઝરાયલે યમનમાં હૂતી-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. ઈઝરાયલી સેનાએ યમનના તે બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે જે હુતી આતંકવાદી સંગઠનના નિયંત્રણ હેઠળ છે. તેણે હૂતી નેતાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે.
સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે જો હુતી સંગઠન ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે, તો તેમને અને તેમના નેતાઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમારા પાઇલટ્સે હુથી આતંકવાદીઓના બે ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. અમે હુથીઓને વધુ નુકસાન પહોંચાડીશું.