ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી, જાણો આજે ક્યાં છે વરસાદની આગાહી ?

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદને લઈ આગાહી સામે આવી છે. વાસ્તવમાં ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે. આ તરફ ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 21 મેના રોજ એક સિસ્ટમ સક્રિય થશે તો 24થી 25 મેના મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે. જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેની ગતિ 100 કે તેથી વધુ રહેવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ મજબૂત બનીને 24થી 28 મે સુધી ભારે વાવાઝોડુ બની જશે અને ગતિ વધીને 150 કિલોમીટર સુધી રહેવાની શક્યતા રહેશે. મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા રહેશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, સુરત, નવસારી, વલસાડના ભાગો અને જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ રહેશે. આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે સાત દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે. 21થી 24 મેના અમુક જિલ્લામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે 19 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે 20 મેના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ સાથે 21 મેના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ 22 મેના રોજ ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 23 અને 24 મેના ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.