વહેલી સવારથી જ 3,000 પોલીસકર્મીઓ અને 25 SRPની કંપની સાથે તંત્ર દ્વારા ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 શરૂ ,
પોલીસ કમિશનર જી.એસ.મલિક અને AMCના અધિકારીઓ હાજર રહેશે. આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે.

મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આજથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થયું છે. આજથી ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ થયો છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે આજથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થયું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક અને AMCના અધિકારીઓ હાજર રહેશે. આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી માટે 25 SRPની કંપની પણ સામેલ છે. અગાઉ ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 201 બાંગલાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2 હજાર 1 લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઇકાલે રાત્રે રાતના અંધારામાં લોકો પોતાના ઘર ખાલી કરતા જોવા મળ્યા હતા. અહીં AMCએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી. મોડી સાંજે અને રાત્રીના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ રવાના થતા જોવા મળ્યા હતા.
આજે સવારે 7 વાગ્યાથી ડીમોલેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 201 જેટલા બાંગલાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અહીંથી લોકો જશે તેમની માટે AMC દ્વારા મકાનો ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી 2001 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ચાલી રહેલા મિશન ક્લિન ચંડોળાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઘૂસણખોરોના દબાણો હટાવાતા મિની બાંગ્લાદેશ હવે મેદાનમાં ફેરવાઇ ગયું છે. તો તંત્ર દ્વારા તળાવની દીવાલની માપણીની પ્રક્રિયા પણ કરાઇ છે. ચંડોળા તળાવની પોતાની જાગીર સમજી બેઠેલા લલ્લા બિહારીના સામ્રાજ્યનો પણ અંત આવ્યો છે.
મહત્વનું છે, લલ્લા બિહારી અને તેના દીકરા ફતેહ મહોમ્મદ પઠાણે સરકારી જમીન પર મકાનો ઉભા કરી દીધા હતા. આ મકાનોના 1 હજારથી 5 હજાર સુધીના ભાડા વસૂલતા હતા. પાણી, વીજળી, પાર્કિગની વ્યવસ્થાના નામે પણ પૈસા પડાવતા હતા. જોકે તમામ બાંધકામનો તંત્ર દ્વારા સફાયો કરી દેવાયો છે.