બ્રેકીંગ ન્યુઝ
આગામી દિવસોમાં કન્ફર્મ ટિકિટ વગર રેલ્વે સ્ટેશન પર નો-એન્ટ્રી હશે ; કન્ફર્મ ટિકિટ હશે તો જ રેલ્વે સ્ટેશન પર મુસાફરને એન્ટ્રી મળશે તેવો નિર્ણય રેલવે કરી શકે છે ,
રેલ્વે સ્ટેશન પર આગામી દિવસોમાં કન્ફર્મ ટિકિટ વગર નો-એન્ટ્રી હશે. આ સાથે મહત્વના રેલવે સ્ટેશનો પર મેટ્રો જેવી સુવિધા ઉપલબ્ધ થશે.

ભારતીય રેલવેમાં દિવસભર હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતાં હોય છે. આ દરમિયાન હવે રેલવે દ્વારા ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં હવે આગામી દિવસોમાં કન્ફર્મ ટિકિટ વગર રેલ્વે સ્ટેશન પર નો-એન્ટ્રી હશે. આ સાથે કન્ફર્મ ટિકિટ હશે તો જ રેલ્વે સ્ટેશન પર મુસાફરને એન્ટ્રી મળશે તેવો નિર્ણય રેલવે કરી શકે છે. આ સાથે હવે મહત્વના રેલવે સ્ટેશનો પર મેટ્રો જેવી સુવિધા ઉપલબ્ધ થશે.
આ સાથે ગુજરાતના 12 સ્ટેશનોમાં ટિકિટ વગર પ્રવેશની મનાઈ થશે. આ અંતર્ગત વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે. મહત્વનું છે કે, હાલ રેલવે સ્ટેશન પર કોઈપણ વ્યક્તિ દાખલ થઈ શકે છે. જેમાં કાલુપુર, અસારવા, સાબરમતી, વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
Poll not found