અમદાવાદમાં 20 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, યુવતીને સોલા સિવિલમાં ઓક્સિજન પર રાખવામાં આવી ,
વિગતો મુજબ અમદાવાદની 20 વર્ષીય યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. આ તરફ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ યુવતીને ઓક્સિજન પર રાખવામાં આવી છે.

કોરોના કેસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે. આજે વધુ એક કેસ નોંધાતાની સાથે જ હવે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદમાં 20 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ યુવતીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વિગતો મુજબ અમદાવાદની 20 વર્ષીય યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. આ તરફ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ યુવતીને ઓક્સિજન પર રાખવામાં આવી છે. અહીં એ પણ નોંધનીય છે કે, કોરોના વાયરસની કેસોને લઈ સાવચેતીના ભાગરૂપે સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલમાં કોરોના વાયરસના કેસોને લઈ ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર રખાયા છે.
દેશની સાથે-સાથે હવે ગુજરાતમા પણ ધીરે-ધીરે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ઓક્સિજન ટેન્ક, PPE કિટ, વેન્ટિલેટર અને દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદની તો અહીં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આ સાથે રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે.