બ્રેકીંગ ન્યુઝ

અમેરિકામાં ટ્રમ્પના સતારૂઢ થયા બાદ ઝળકેલી ક્રિપ્ટો કરન્સીએ આજે નવો રેકોર્ડ સર્જયો હતો. બિટકોઈનનો ભાવ પ્રથમ વખત 11000 ડોલરને પાર થઈ ગયો છે ,

ક્રિપ્ટો ઓપરેટર-ટ્રેડરોને નવા સુચિત બીલથી વધુ પ્રોત્સાહન મળવાનો આશાવાદ ઉભો થયો હતો. ટોચની કંપનીએ 50 અબજ ડોલરના બિટકોઈન ખરીદ કર્યાના રીપોર્ટ હતા.

અમેરિકામાં ટ્રમ્પના સતારૂઢ થયા બાદ ઝળકેલી ક્રિપ્ટો કરન્સીએ આજે નવો રેકોર્ડ સર્જયો હતો. બિટકોઈનનો ભાવ પ્રથમ વખત 11000 ડોલરને પાર થઈ ગયો છે.અમેરિકી સેનેટ દ્વારા સ્ટેબલ કોઈન બીલ પર વિચારણા કરાયાનાં રીપોર્ટને પગલે જોરદાર તેજી થઈ હતી.

ક્રિપ્ટોકરન્સીનુ ભાવિ વધુ ઉજજવળ બનવાના આશાવાદથી બિટકોઈનમાં મોટા પ્રમાણમાં લેવાલી નિકળી હતી જેને પગલે આજે 2.2 ટકાના ઉછાળા સાથે 110707 ડોલરની નવી ઉંચાઈએ પહોંચ્યુ હતું.

ક્રિપ્ટો ઓપરેટર-ટ્રેડરોને નવા સુચિત બીલથી વધુ પ્રોત્સાહન મળવાનો આશાવાદ ઉભો થયો હતો. ટોચની કંપનીએ 50 અબજ ડોલરના બિટકોઈન ખરીદ કર્યાના રીપોર્ટ હતા. ઉપરાંત એસેટ ઈન્વેસ્ટરોનો ક્રિપ્ટો તરફ લગાવ વધી રહ્યાના સંકેતોથી તેજીને બળ મળ્યુ હતું.

નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે બિટકોઈનનો ભાવ 1.10 લાખ ડોલરની ઉપર જળવાઈ રહેવાના સંજોગોમાં તે 1.25 લાખ ડોલરને આંબી જાય તેમ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મેમેકોઈનમાં મોટુ હોલ્ડીંગ ધરાવતા ઈન્વેસ્ટરો સાથે આજે ડીનર લેવાના છે તેવા સમયે ક્રિપ્ટોની આ અભૂતપૂર્વ તેજીને સૂચક ગણવામાં આવી રહી છે. બિટકોઈનની સાથોસાથ એથેરિયમ જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ જોરદાર તેજી હતી.

હમાસ સામેનાં યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ ઈરાનના અણુ સંસ્થાનો પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યાના અમેરિકી ગુપ્તચર રીપોર્ટને પગલે ક્રુડતેલમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. દુનિયામાં ભૌગોલીક ટેન્શન વકરવાની આશંકાથી ભાવ ઉંચકાયો હતો.

નિષ્ણાંતોએ કહ્યું કે, ચાલૂ મહિનાનાં પ્રારંભથી ક્રુડતેલમાં 15 ટકાનો ભાવ વધારો થઈ ગયો છે. ભૌગોલીક ટેન્શન વકરવાનાં સંજોગોમાં તમામ કોમોડીટીઝ પર વધુ તીવ્ર પ્રત્યાઘાતો પડવાની ભીતિ છે.

બિટકોઈનની સાથોસાથ ફરી વખત સોના-ચાંદીમાં પણ જોરદાર તેજીનો દોર શરૂ થયો હોય તેમ ભાવોમાં આજે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. સોનુ ફરી એક લાખની નજીક પહોંચી ગયુ હતું.

જયારે ચાંદી એક લાખને પાર થઈ હતી.રાજકોટમાં સોનાનો ભાવ 550 ના ઉછાળાથી 99350 થયો હતો. વિશ્ર્વ બજારમાં 3368 ડોલર હતો.ચાંદી 1600 વધીને 100600 થઈ હતી.વિશ્ર્વ બજારમાં ભાવ 33.36 ડોલર હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button