બ્રેકીંગ ન્યુઝ

ભારતીયોનાં ઈ-મેઈલ : ‘સ્પેમ’ કયારેય જવાબ નથી આપતી ભારતીયો વિશે ન્યુઝીલેન્ડના મંત્રીની વિવાદીત ટીપ્પણી

એરિકા સ્ટેનફોર્ડને એક સવાલ કરાયો હતો કે, તેમણે સરકારી ઈ-મેઈલને પોતાના પર્સનલ જી-મેઈલ એકાઉન્ટ પર કેમ ફોરવર્ડ કરી દીધા છે. આ વાતનો જવાબ આપતાં એરિકાએ કહ્યું કે, ‘હું સત્તાવાર રીતે ઈન્ફોર્મેશન એક્ટનું પાલન કરું છું.

ન્યૂઝીલેન્ડના ઈમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડ ભારતીયોની લાગણી દુભાવવા બદલ વિવાદોમાં છે. એક સવાલનો જવાબ આપતા તેમણે ભારતીયો દ્વારા મોકલાતા ઈ-મેઈલને સ્પેમ ગણાવી તેનો ક્યારેય જવાબ આપતા નહીં હોવાનું કહ્યું હતું. આ નિવેદન પછી ન્યૂઝીલેન્ડમાં વિવાદ સર્જાયો છે.

એરિકા સ્ટેનફોર્ડને એક સવાલ કરાયો હતો કે, તેમણે સરકારી ઈ-મેઈલને પોતાના પર્સનલ જી-મેઈલ એકાઉન્ટ પર કેમ ફોરવર્ડ કરી દીધા છે.  આ વાતનો જવાબ આપતાં એરિકાએ કહ્યું કે, ‘હું સત્તાવાર રીતે ઈન્ફોર્મેશન એક્ટનું પાલન કરું છું. હું તમામ વિગતોને આવરીને તેને સંસદીય ઈ-મેઈલ એકાઉન્ટ પર ફોરવર્ડ કરવાની ખાતરી આપું છું.

પરંતુ કેલ્વિન ડેવિસની જેમ મને ઘણાં બધાં અજાણ્યા ઈ-મેઈલ આવે છે. જેમ કે, ભારતથી આવતા ઈમિગ્રન્ટ્સ ઈમિગ્રેશન વિશે સલાહ માગતાં સંખ્યાબંધ ઈ-મેઈલ કરે છે. હું તેનો જવાબ આપતી નથી. હું તેને સ્પેમ માનું છું.’

લેબર પાર્ટીના સાંસદ અને ભારતીય મૂળ (ચેન્નઈ)ના પ્રિયંકા રાધાકૃષ્ણને એરિકા સ્ટેનફોર્ડના આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી આખા ભારતીય સમુદાય વિરૂદ્ધ નેગેટિવ સ્ટીરિયોટાઈપ માનસિકતા દર્શાવે છે.

મંત્રીના મોઢે એક ચોક્કસ ગ્રૂપ માટે આ પ્રકારના નિવેદનો સ્વીકાર્ય  જ નથી. આ વિવાદ વધતાં એરિકાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં એવું નથી કહ્યું કે, તે ઓટોમેટિકલી સ્પેમ છે. હું તેને સ્પેમ માનું છું. મારા પર્સનલ ઈમેઈલ પર અનેક ઈ-મેઈલ આવે છે. માત્ર ભારતીયોના જ નહીં. આ ફક્ત એક ઉદાહરણ હતું.’

News Click 24

Poll not found

Related Articles

Back to top button