જાણવા જેવું

હાઈવે પર સેકસકાંડ : ભાજપ નેતાનો વીડીયો હાઈવે ઓથોરીટીના કર્મચારીએ વાયરલ કર્યો હતો ,

મધ્યપ્રદેશના મંદસૌરના ભાજપ નેતાના હાઈવે પર સેક્સકાંડ વીડિયોએ સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ ભાજપમાં પણ ખળભળાટ મચાવ્યો હતો.

મધ્યપ્રદેશના મંદસૌરના ભાજપ નેતાના હાઈવે પર સેક્સકાંડ વીડિયોએ સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ ભાજપમાં પણ ખળભળાટ મચાવ્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ નેતા પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીએ નેતા પાસે ખંડણી માગી હતી પરંતુ માંગ ન સંતોષાતા તેણે વીડિયો વાયરલ કર્યો હતો.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પોતાની મહિલા મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધનાર મનોહરલાલ ધાકડને જામીન મળ્યા હતા. પોલીસે તેની મહિલા મિત્રની ઓળખ કરી લીધી છે અને તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ભાજપે પણ મનોહર લાલ ધાકડથી પણ અંતર બનાવી લીધું છે. આ કેસમાં, પોલીસે વીડિયો વાયરલ કરવા બદલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને નોટિસ ફટકારી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ રસ્તા પર શારીરિક સંબંધોનો વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી શકે છે. એકવાર ઓળખ થઈ ગયા પછી, પોલીસ કાર્યવાહી કરશે. નેતાજી અને તેમની મહિલા મિત્રનો વીડિયો હાઇવે ઓથોરીટીના કર્મચારીઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉ કર્મચારીઓ 8 દિવસ સુધી ધાકડ પાસેથી પૈસા માંગતા રહ્યા અને જ્યારે મામલો ઉકેલાયો નહીં ત્યારે પહેલા 22 મેના રોજ સ્ક્રીનશોટ વાયરલ કરવામાં આવ્યો અને થોડા સમય પછી આખો વીડિયો વાયરલ કરવામાં આવ્યો.

આ સમગ્ર ઘટના અંગે, મંદસૌરના એસપી અભિષેક આનંદે NHAI ઓથોરિટીને નોટિસ ફટકારી હતી, ત્યારબાદ NHAIએ કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

વીડિયો વાયરલ કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણા કિસ્સાઓમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં આરોપીનો પત્તો પણ લાગતો નથી. વર્ષ 2017 માં, સુપ્રીમ કોર્ટે પણ તેને ગોપનીયતાનું ઉલ્લંઘન માન્યું.

કોઈ પણ વ્યક્તિ તમારી પરવાનગી વિના તમારો વીડિયો બનાવી શકશે નહીં કે તમારો ફોટો લઈ શકશે નહીં, પછી ભલે તે એકાંત હોય કે જાહેર સ્થળ. જો કોઈ આવું કરે છે તો IT એક્ટની કલમ 66E, 67 અને 67A હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત, ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી શકાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button