‘પાકિસ્તાન ફફડી ઉઠયું’ : ઓપરેશન સિંદુર પાર્ટ – 2 ! કાલે ગુજરાત સહિતના ચાર રાજયોમાં મોકડ્રીલ
વડાપ્રધાન આવાસે સલામતી બાબતોની કેબીનેટ બેઠક બાદ પુર્ણ મંત્રીમંડળની બેઠક : સરહદી ક્ષેત્રમાં યુદ્ધ પુર્વેની તૈયારીનો માહોલ

પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુર બાદની ફરી એક મોટી કાર્યવાહીના સંકેત છે. એક તરફ આજે પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ સલામતી બાબતોની કેબીનેટ બેઠક મળી રહી છે અને તે બાદ તુર્તજ કેન્દ્રીય કેબીનેટની બેઠક મળશે અને તેમાં ઓપરેશન સિંદુર બાદની સ્થિતિની સમીક્ષા થશે.
તો બીજી તરફ કાલે ફરી એક વખત ગુજરાત સહિત પાંચ રાજયોમાં સાંજે પાંચથી રાત્રીના 8 સુધી મોકડ્રીલ યોજાશે. ભારત તેના સરહદી ક્ષેત્રોમાં મોકડ્રીલ યોજી રહ્યુ છે તેનાથી પાકિસ્તાન ફફડી ઉઠયુ છે. પહેલગામ હુમલા બાદ ભારત એક તરફ ગુજરાત સહિતના સરહદી ક્ષેત્રમાં મોકડ્રીલ વિ.નું આયોજન કર્યુ હતું.
તે બાદ ભારત હુમલો કરી શકે છે તેવા સંકેત હતા પણ તેના 24 કલાક પુર્વે જ પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફ સૌને ઉંઘતા ઝડપીને ભારતે ત્રાસવાદી મથકો પર હુમલા કરીને અનેક એરબેઝ તબાહ કરી નાખ્યા હતા.
આમ ભારતની વ્યુહરચનાથી પાક છેતરાયું હતું તો આજથી સલામતી અંગેની કેબીનેટ બેઠક તથા બાદમાં પુર્ણ કેબીનેટ તથા કાલે પંજાબ-જમ્મુ-ગુજરાત-રાજસ્થાન માં સરકારે સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાશે.
આ અંગે આજે બપોરે રાજયના મુખ્ય સચીવ તમામ જીલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજાશે અને છેલ્લે ગુજરાતમાં 18 જીલ્લામાં મોકડ્રીલ યોજાઈ હતી. હવે કેટલા જીલ્લાને આવરી લેવાશે તેના પર સૌની નજર છે.



