આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ 2,07,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે
14 મેના રોજ યોજાયેલી છેલ્લી કેબિનેટ બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ઉત્તર પ્રદેશના યીડા વિસ્તારમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં 5 મોટા નિર્ણય લેવાયાં હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની વિશે જાણકારી આપી હતી.
14 મેના રોજ યોજાયેલી છેલ્લી કેબિનેટ બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ઉત્તર પ્રદેશના યીડા વિસ્તારમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 3,700 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી, જેવર એરપોર્ટ અંગે પણ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, આ સાથે, મોબાઇલ, લેપટોપ, ઓટોમોબાઇલ અને અન્ય ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા ડ્રાઇવર ચિપ્સ બનાવવા અંગે પણ ઘણા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. તે બેઠકનો ઉદ્દેશ્ય ‘આત્મનિર્ભર ભારત’ ના સ્વપ્નને સાકાર કરવાનો હતો.
7 મેના રોજ, વડા પ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સુધારેલી શક્તિ નીતિ હેઠળ કોલસા જોડાણ પૂરું પાડવાની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, PM મોદીએ ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, આપણે આપણી મોટાભાગની જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર રહ્યા છીએ. પરંતુ આ વસ્તુઓ હવે દેશમાં જ ઉપલબ્ધ છે. આપણને જોઈતી 90% થી વધુ વસ્તુઓ અને સારી વસ્તુઓ દેશમાં જ ઉપલબ્ધ છે. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.
ત્રણ મોટા પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આમાં આંધ્રપ્રદેશમાં 4-લેન બડવેલ-નેલ્લોર હાઇવે, મહારાષ્ટ્રમાં 135 કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન અને મધ્યપ્રદેશમાં 41 કિલોમીટર લાંબી રતલામ-નાગડા રેલ્વે લાઇનને પહોળી કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને મંજૂરી આપવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 2,07,000 કરોડ થશે. આ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP) ની ભલામણો પર આધારિત છે, જે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% નફો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવ, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રો વચ્ચે વેપાર સંતુલન જેવા ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી છે.
આ ઉપરાંત, ખેડૂતોને કાર્યકારી મૂડીની સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 15,642 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આ અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવશે.
સરકારની વ્યાજ સબસિડી યોજના હેઠળ, ખેતી, બાગાયત સહિતના પાકો માટે રૂ. 3 લાખ સુધીની લોન અને સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ (જેમ કે પશુપાલન, મત્સ્યઉદ્યોગ, વગેરે) માટે રૂ. 2 લાખ સુધીની લોન ખેડૂતોને વાર્ષિક 7% ના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજનામાં, સરકાર 1.5% વ્યાજ સબસિડી આપે છે અને જો ખેડૂતો સમયસર પૈસા ચૂકવે છે, તો તેમને 3% ની વધારાની છૂટ મળે છે. આ રીતે, ખેડૂતોએ કુલ માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે, જે તેમના માટે ખૂબ ફાયદાકારક છે.
ઉપરાંત, 2 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી લેવામાં આવશે નહીં. દેશભરની 449 બેંકો અને નાણાકીય સંસ્થાઓને એક જ પોર્ટલ સાથે જોડવામાં આવી છે, જેનાથી ખેડૂતોને લોન મેળવવાનું સરળ બનશે.
ત્રીજો નિર્ણય માળખાગત સુવિધાઓ સંબંધિત છે, જેમાં આંધ્રપ્રદેશના બડવેલથી નેલ્લોર સુધીના 108 કિમી લાંબા 4-લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ 3,653 કરોડ રૂપિયાના ખર્ચે BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) ટોલ મોડ પર 20 વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે.
આ હાઇવે રાષ્ટ્રીય હાઇવે-67 (NH-67) નો એક ભાગ હશે અને કૃષ્ણપટ્ટનમ બંદરને સીધો જોડાણ પ્રદાન કરશે. આ રૂટ વિશાખાપટ્ટનમ-ચેન્નઈ (VCIC), હૈદરાબાદ-બેંગલુરુ (HBIC) અને ચેન્નાઈ-બેંગલુરુ (CBIC) જેવા ઔદ્યોગિક કોરિડોરના મુખ્ય નોડ્સને જોડશે. આનાથી હુબલી, હોસ્પેટ, બેલ્લારી, ગુટી, કડપ્પા અને નેલ્લોર જેવા આર્થિક કેન્દ્રોને પણ ફાયદો થશે