પહેલગામ હુમલાનો એક ષડયંત્રકાર અને લશ્કરે તોયબાનો આતંકી સૈફુલ્લા કસૂટી ફરી જાહેરમાં દેખાવા લાગ્યો છે ,
પાકિસ્તાન પર કાઝી મુસ્લીમ લીગ એ પાકના અણુ ધડાકાની વર્ષગાંઠની ઉજવણી યુમ-એ-તકસીરની ઉજવણીની આ રેલી હતી. જેમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને ભાષણો થયા હતા.
ઓપરેશન સિંદુરમાં ભારે માર ખાધા બાદ પણ પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદીઓને ટેકો જ નહી ખુલ્લુ મેદાન આપી રહ્યા છે અને પહેલગામ હુમલાનો એક ષડયંત્રકાર અને લશ્કરે તોયબાનો આતંકી સૈફુલ્લા કસૂટી ફરી જાહેરમાં દેખાવા લાગ્યા છે.
તેણે તેની સાથે પાકના રાજકીય નેતાઓ- એક રેલી યોજી હતી. પાકિસ્તાન પર કાઝી મુસ્લીમ લીગ એ પાકના અણુ ધડાકાની વર્ષગાંઠની ઉજવણી યુમ-એ-તકસીરની ઉજવણીની આ રેલી હતી. જેમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને ભાષણો થયા હતા.
જેમાં હાફીસ સઈદનો દિકરો તોલ્હા સઈદ પણ હાજર હતો. સૈફુલ્લાએ બડાશ મારી કે મને પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાવીને ભારતે મને દુનિયામાં જાણીતો કરી દીધો છે.
આ રેલીમાં ત્રાસવાદીઓની સાથે પાક સૈન્યના વડા જર્નલ અસીમ મુનીરના પણ પોષ્ટર લહેરાવાયા હતા. જો કે હાફિસ સઈદ ભારતના ઓપરેશન સિંદુરની ખોફમાં હોય તેવું જણાતું હતું અને પોતાને નિર્દોષ ગણાવતા ડરથી કહ્યું કે ભારત મને અને મારા પિતાને ખત્મ કરવા માંગે છે.



