કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું, બંને બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારીની જાહેરાત કરાઈ
કડી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ છે. ત્યારે 31 મેએ કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ઉમેદવારીફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાતની ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જે બાદ રાજકીય પક્ષો ફૂલ એક્ટિવ મોડમાં આવી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ફરી એક નવો રાજકીય પક્ષે મેદાને ઉતર્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં જેમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનું પક્ષ બનાવ્યું છે, ત્યારે તેમણે પણ હવે આ પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ‘બાપુ’ની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક ચૂંટણી લડવાનો તો નિર્ણય લીધો સાથે છે, સાથે સાથે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.
કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોમાંચક જંગ જામી શકે છે. ત્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું છે. બંને બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. કડી બેઠક પરથી ડૉ.ગિરીશ કાપડિયા ચૂંટણી લડશે જ્યારે વિસાવદર બેઠક પરથી કિશોર કાનકડનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવીએ કે, આવતીકાલે 31 મે 2025ના રોજ બંને બેઠક પર ઉમેદવારો પેટાચૂંટણી માટે નામાંકન દાખલ કરશે ,
કડી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ છે. ત્યારે 31 મેએ કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ઉમેદવારીફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રમેશ ચાવડાએ અગાઉ હિતુ કનોડિયા સામે ચૂંટણી જીતીને પોતાની રાજકીય શક્તિ દર્શાવી હતી. જોકે, તેઓ કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા, જેના કારણે આ વખતે તેમની ઉમેદવારીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.