હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે , 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે ,
5 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે. જો કે હાલ ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે. જો કે હાલ ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જતાં અકળાવી દેતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદનું અનુમાન છે.
જો તમે પણ આ દિવસોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અથવા ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો સાવચેત રહો. હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સતત વરસાદ બાદ, પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. તેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે.રવિવારે શ્રીનગરમાં મહત્તમ તાપમાન માત્ર 19.5 ° સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.5 ડિગ્રી ઓછું છે. ગુલમર્ગમાં તાપમાન 7.6 ° સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 9.9 ડિગ્રી ઓછું હતું.
પ્રવાસીઓમાં લોકપ્રિય પહેલગામમાં મહત્તમ તાપમાન પણ 16.1 ° સેલ્સિયસ હતું, જે સરેરાશથી 6.9 ડિગ્રી ઓછું છે. ગરમ ગણાતા જમ્મુમાં પણ પારો 35.5 ° સેલ્સિયસ સુધી ઘટી ગયુ છે જે સામાન્યથી 3.5 ડિગ્રી ઓછું છે.



